વિરહ ગાન
કાના, કાના, ઓ કાલે કાના, મૈ તો ભટક રહી અનજાન, તુંને ખબર ન લીની આન...
ના સંદેશા ના કોઈ આશા, મનમેં છાઈ ઘોર નિરાશા
પલ પલ બિખરે સાંસ કી સરગમ, કૈસે ટીકે મેરે પ્રાન....ખબર ન લીની આન...
તું નાગર નટખટ હૈ કાના, ખટપટ છોડ રણછોડ તું આના
ઝટ પટ આ કર દર્શન દેના, કાહે કરો પરેશાન.............ખબર ન લીની આન...
મન ભાવન હૈ મુરત તેરી, છીન ગઈ સબ, સૂધ બુધ મેરી
તેરી બંસીકે, સુર સુનને કો, તરસ ગયે હેં કાન.......ખબર ન લીની આન...
જબ જબ દેખું મેં ગોધન કો, ખોજે અખીયાં મન મોહન કો
મનવા તરશે તુજ દરશન કો, ભૂલ ગઈ સબ ભાન....ખબર ન લીની આન...
ગોરસ લેકે નિકલી ઘરસે, ડગર ડગર પર નયના હરષે
આયે કહીંસે નટખટ નંદન, રોક કરે પરેશાન..........ખબર ન લીની આન...
મુરલી મનોહર માર્ગ બતાદો, કૈસે જીયું મેં યે સમજાદો
બીરહા અગન મેં અબ ના જલાઓ, નિકલ રહી હે જાન......ખબર ન લીની આન...
દીન "કેદાર" તેરી દાસી બનકે, સજ સિંગાર આવું બન ઠનકે
તીરછી નજર એક મુજ પર ડારો, પાર કરો ભગવાન.........ખબર ન લીની આન...
૧૦.૭.૧૯
ભાવાર્થ:- હે કૃષ્ણ, તારા વિરહ માં હું કેટલા સમય થી ભટકી રહી છું, પણ તેં આવીને કદી મારી ખબર લીધી નથી.
ના તારા તરફ થી કોઈ સંદેશ મળ્યો છે કે ના તો કોઈ આશા બંધાણી છે, મારા મનમાં બસ ઘોર નિરાશા છવાયેલી છે, મારા શ્વાસો હવે તૂટવા લાગ્યા હોય એવું મને લાગ્યા કરે છે, જાણે હવે મારા પ્રાણ છૂટવા ની તૈયારી હોય તેમ લાગી રહ્યું છે.
હે નટખટ નાગર કનૈયા હવે મારા કર્મો ના હિસાબ ની બધી ખટપટ છોડી ને મને દર્શન દેવા આવી જા, હવે ક્યાં સુધી તું મને આમ પરેશાન કરીશ ?
તારી છબી મારા મન માં એવી વસી ગઈ છે કે મારું બધું સુખ છીનવાઈ ગયું છે, તારી મધુર વાંસળી ના સુર સાંભળવા માટે મારા કાન તરસી રહ્યા છે, માટે જલદી આવી જા.
સાંજ પડે અને જ્યારે ગાયો નો ગોવાળ ગાયો ને ચરાવી ને પાછો આવતો હોય ત્યારે એ ગાયો ના ધણમાં મારા નયનો તને શોધે છે, કે મારો કાન આમાં ક્યાંક હશે, મારું મન તારા દર્શન માટે વ્યાકુળ બની જાય છે, અને હું ભાન ભૂલી જાવ છું.
મને ખબર છે કે તને કોઈ ગોપી ગોરસ વેચવા જાય તે ગમતું નથી, તું આડો ફરીને તેને રોકે છે, એ આશાએ હું પણ આજે ગોરસ વેચવાને બહાને નીકળી છું જેથી તું આડો ફરે, મને રોકે અને મારી સાથે છેડ છાડ કરે, મને પરેશાન કરે, અને એ બહાને તારા દર્શન મને થાય.
હે મોરલી વાળા મને એક વાત સમજાવો, તારા વિયોગમાં મારા પ્રાણ નીકળી રહ્યા છે, આમ મારે જીવન કેમ વ્યતીત કરવું તે સમજાવો, હવે વિરહ સહેવાતો નથી, આનો ઉપાય આપ જ સમજાવો.
મને હવે એકજ રસ્તો સૂજે છે કે હું પણ સોળે શણગાર કરીને ગોપી બની ને આવું, કદાચ ભૂલથી પણ તારી તિરછી નજર મારા પર પડી જાય તો મારો બેડો પાર થઈ જાય.
રચયિતા-
કેદારસિંહજી એમ. જાડેજા
મેઈલ:-kedarsinhjim@gmail.com
વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
ગાંધીધામ. (કચ્છ.)
No comments:
Post a Comment