Tuesday, March 29, 2011

ગબ્બર વાળી માં

c
મારી માડી ગબ્બર ગોંખ વાળી દયાળી માં, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..

અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
ભોળાં ભક્તો ની ભિડ ભાંગનારી હેતાળી માં...

સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરા હાર હૈયે નથડી રૂપાળી
તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી માં...

ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
માં ના શોળે શણગાર ની શોભા છે નિરાળી માં....

શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશુલ ધરાય છે
એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી માં...
ચંડિકા રૂપ ધરિ ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે માં અસુર્રો સંહાર્યા
સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી માં...
બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વ્હાલા વ્હાલા
લેવા પૂત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી માં...

દીન "કેદાર" ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી માં...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Monday, March 28, 2011

સપનું.

નજીકનાજ સમય માં ચૈત્ર માસની નવરાત્રિ આવતી હોઇ ઇશ્વર ક્રુપા થી આ દેહ
દ્વારા રચાયેલા ગરબાઓ આપને આનંદ આપશે એવી આશા રાખુંછું.આ પહેલાં પણ એક બે
ગરબા અહિં રજુ કરેલાં જેને સરો પ્રતીસાદ સાંપડેલો.

સપનું.

મને સપનું લાધ્યું સલુણું, વાગિ જાણે વ્રજ માં વેણું...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઉઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઇ વિનવે, અંબા વિનાનું ઊણુ ઊણુ...મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શ્ક્યો નહિં નેહ જનનઈ નો
સંગે લઇ ને સરવે સહેલીઓ, આવી અંબા સહે ન મેણૂં...મને...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઉમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણુ કૂણુ...મને...

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન "કેદાર"પર દયા દરશાવી, રજની મૂંગી ને વાગે વેણું...મને...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Monday, March 14, 2011

ગોવિંદ ગાન

ગોવિંદ ગાન

ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનણનું ભાતું ભરીલે
એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં, મોહ માયાના વાદળ હટતાં
માયાછે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે, વિપત વેળાં જદુરાયને જાંચે
પાળ્યાંછે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિલે, શ્વાસે શ્વાસે સ્મરણ કરીલે
સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરિ ભગવાન જે ભજશે
એજ માનવના મોલ માનવ...

દીન "કેદાર" પર કરૂણા કરજો, જીવન ભર પ્રભુ હ્રદયે રમજો
બોલું તમારા બોલ માનવ...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Tuesday, March 1, 2011

રામ ભજ

રામ ભજ

રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...

લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિં વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ...

માત પિતા સુત નારી વ્હાલી, ધન દોલત ની માયા નિરાલી
શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ...

રામ ભજન માં લીન બનીજા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ...

અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ...

દીન "કેદાર" પર દયા દરશાવો, રઘૂવિર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com