Wednesday, April 24, 2024

૧૪૭, અંજની પુત્ર

              અંજની પુત્ર
ઢાળ-ફિલ્મી ગીત..નગરી નગરી દ્વારે દ્વારે...જેવો
તા. ૨૩.૪.૨૪, હનુમાન જયંતી.

અંજની પુત્ર મહા બલબિરા, કેશરી નંદ દુલારે રે
માત સિયાકે પ્યારે હનુમંત, શંકર સુવન ન્યારે રે......

બાલા વયમેં નટખટ નંદન, દેખ સૂરજ લલચાએ રે
ફલ સમજ જબ મુખમેં ડારા, ચહુ દિસ હુવા અંધિયારા રે
સબ સંતન મિલ કિન્હી પ્રાર્થના, કિયા જગત ઉજિયારા રે...

સુગ્રીવકો શ્રી રામ મિલાએ, વાલી ત્રાસ છુડાયો રે
એકહી પલ મેં જલનિધિ લાંઘે, માત સીયા મન ભાયો રે
અજર અમર તબ આશિસ પાયો, રાવણ રાજ જલાયો રે...
 
લક્ષમણલાલકો બાન લગો તબ, વૈદ્ય સુષેણ કો લાયો રે  
સમઝ ન આઈ ઔષધ આખિર, ગિરિ સમુચો ઉઠાયો રે   
સોમ સમજાયો કરકે ઈશારા, બચપન યાદ દિલાયો રે...

રામ રાજ્યમેં જીવ સમસ્તને, જો ચાહા ફલ પાયા રે  
બિન માંગે હી મિલા ભક્તોકો, નિત દર્શન મન ભાયા રે 
એકહી આશા "કેદાર" કપિ કી, રોમ રોમ રઘુરાયા રે...

ભાવાર્થ-અંજની ના જાયા હનુમાનજી મહારાજ માતા સિતાજીના પ્રિય પાત્ર, મહા બલી કેશરીના પુત્ર અને ભગવાન શિવના શિવાંસ છે.
    હનુમાનજી જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે સૂર્યને ફળ સમજીને આરોગવા ગયા ત્યારે સકળ સંસારમાં અંધકાર છવાઈ ગયો, ત્યારે રૂષી મુનિઓ આવીને હનુમાનજીને વિનંતી કરીને સૂર્યને મુક્ત કરાવતાં પરી પાછો નિત્ય ક્રમ શરૂ થયો.
   સુગ્રીવ પોતાના ભાઈ વાલી થી ડરીને ઋષિમુખ પર્વત પર વાસ કરતો હતો, હનુમાનજીએ શ્રી રામ સાથે તેની મિત્રતા કરાવીને એ ત્રાસમાંથી છોડાવ્યો. એક જ છલાંગમાં સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાએ પ્રસન્ન થઈને અજર અમર થવાના આશિષ આપેલા. 
   જ્યારે યુદ્ધમાં લક્ષ્મણજીને બાણ લાગ્યું ત્યારે લંકામાંથી સુષેણ વૈદ્યને તેના નિવાસ સાથે લાવ્યા અને એના કહેવા પ્રમાણેની ઔષધિની પરખ ન પડી તો સમૂળો પર્વત ઉઠાવી લીધો, આ ઔષધ સૂર્યોદય પહેલાં આપવાનું હોવાથી સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે મારા પહોંચવા પહેલાં પ્રભાત ન થાય, સાથો સાથ યાદ પણ અપાવી કે "યાદ છે ને? એક વખત મેં આપને મારા મુખમાં લઈ લીધા હતા?"
    રામના રાજ્યમાં સમગ્ર જીવ માત્રને જે ઇચ્છા કરી તે ફળ મળ્યું, ભક્તોને તો માંગ્યા વિના જ સદાકાળ રામ દર્શનનો લહાવો મળવા લાગ્યો, પણ હનુમાનજીની તો એક જ આશા રહી કે નાથ આપ સદા સર્વદા મારા રોમે રોમમાં બિરાજમાન રહો.
જય શ્રી રામ.
ફોટો-ગુગલના સહયોગ થી.


 

૧૪૬, હું શાણો નથી

              હું શાણો નથી
તા. ૧૦.૪.૨૪.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "શું પુછો છો મુજને કે હું શું કરૂં છું. જેવો

સાખીઓ;-ભજન કરો તો ભાવથી, મનમાં રાખી રામ. અંતર થી અરજી કરો, સાંભળશે ઘનશ્યામ.
         મુખ પધરાવો રામને, મનમાં મોહન હોય. રાગ દ્વેષ અળગાં કરો, અવર ભજન નહીં કોય  

ગોવિંદનું ગાન ગાવા યત્નો કરૂં છું 
                         સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

વદું હું તો વાણી, હરિ હરને ભજવા, કર્મો કર્યા નથી ભવ સાગરને તરવા
કાંઠે બેસીને છબછબિયાં કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

કહે કોઈ મુજને કે બોલ્યા કરૂં છું, સારા નરસાનું જ્ઞાન આપ્યા કરૂં છું
સંતોની વાણી હું તો કહેતો ફરું છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ગજું શું છે મારું કે સમજ આપું કોઈને, દુર્ગુણો દેખાડું પ્રભુ તને રોઈ રોઈને
મન ના સૌ મેલ ધોવા યત્નો કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ભવરણે ભુલ્યાને થોડી આશ હું જતાવું, ઘણું ભટક્યો છું કોઈને રાહ જો બતાવું  
મૃગજલનો મર્મ હું તો કહેતો ફરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

દીન "કેદાર" પ્રભુ દાસ તમારો, અવગણી અપરાધ હરિ હાથ જાલો મારો
કર બદ્ધ કરુણા સાગર પ્રાર્થના કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....