Friday, February 25, 2011

થાળ

થાળ
આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારિ, પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક નમળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિં શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી...

રુખિ સુખિ રાબ બનાવી, થોડું ગોરસ ગિરિધારિ
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં, ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને, માફ કરો ને મોરારિ..

અશ્રૂ કેરા જલ થી જીવન, તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું, બીજો મૂખવાસ શું મંગાવું
[તારાં બધા ભક્તો ભલે તને સુંવાળી સેજ માં પોઢાળતા હશે,ચમ્મર ઢોળતા હશે,
ચરણ ચાંપતા હશે,પણ હું..]
સૂવાને નહિં દંવ શામળીયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી... [અને
તારાં દર્શન કરતો રહિશ]

નથી નરસી કે દામા કુંડે, દામોદર ને જમાડું
નથી સુદામો તાંદુલ વાળો, હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન "કેદાર" પર, મ્હેર કરજો મોરારી...

--સાખીઓ--
મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની, આરોગો મહારાજ

નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવન
દીન ગરીબ નો થાળ છે, પ્રેમે જમો ભગવાન

Tuesday, February 15, 2011

હ્રદય માં રામ રમજો

હ્રદય માં રામ રમજો

રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ...

ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો, પડ્યો તમારે શરણે નાથ..

માતા તું છે તાતા તું છે, સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો, એ અભીમાન મિટાવો નાથ..

અતિ અભિમાને અંધ બન્યો છું, ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી, તુજ માયા માં લિપટાવો નાથ...

દીન "કેદાર" પર દયા દરસાવો, નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં, મુજ અધમ ને ઉધ્ધારો નાથ...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Monday, February 14, 2011

પ્રાર્થના

પ્રાર્થના

ઢાળ:-મારો હાથ જાલી ને લઇ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની...

મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે, રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એછે એક અરજ "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના, કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Thursday, February 10, 2011

ગૌરી નંદન

ગૌરી નંદન

ગૌરી નંદ ગણેશ
રૂપ તમારૂં મન હરનારૂં, સુમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના, બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે, કાપો સઘડાં કલેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ
રિધ્ધિ સિધ્ધિ પાય પખાળે, વંદે દેવ દીનેશ...

શિવ સનકાદિક અરૂ બ્રહ્માદિક, પરથમ સુમરે ગણેશ
દીન "કેદાર" પર દયા દરશાવો, ગાઉં ગૂણલા હંમેશ..

--સાખીઓ--
સૌથી પહેલાં સમરીએં, ગિરજા નંદ ગણેશ
દીન "કેદાર" ની વિનતી, રહો હ્રિદય માં હંમેશ

ગણ નાયક ગણ ઇશ તું, ભજે ભક્ત ગણ દેવ
દીન "કેદાર" દિન દિન ભજે, કરે તમારી સેવ

ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ
કરો ક્રુપા "કેદાર" પર, સમરૂં ઠામો ઠામ


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Monday, February 7, 2011

નંદ દુલારો

નંદ દુલારો

મૈયા તારો નટખટ નંદ દુલારો
કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વ્હાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે, છેળે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે, દિન દિન કરેછે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપિ લાવો એને ગોતી, દુર કરી દંવ દેકારો
બાંધું એને તાણી હવે ખૂબ મુંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી, મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમસે, "કેદાર" કોમળ છે બાળો...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Thursday, February 3, 2011

સ્વાંગ

સ્વાંગ

માનવ તારો સ્વાંગ નથી સમજાતો
એક ભજે છે રામ હ્રદય થી, એક ભમે ભરમાતો....

એક કરે નિત શંકર સેવા, ગિરધર ગુણલા ગાતો
પ્રેમે પ્રભુ ના પાય પખાળે, નારાયણ સંગ નાતો...

માત પિતા સુત સંગે મળિ ને, કરતાં વેદ ની વાતો
હરિ હર ને નિત હાર ચડાવે, હૈયે હરખ ન માતો...

એક ની કરણી વિપરીત જાણી, અવળાં કરે ઉતપાતો
હર ને છાંડી હરામ વસે દિલ, પરધન ધૂતિ ધૂતિ ખાતો...

લખ ચોરાશી ના ફેરા ફરતો, ત્યારે માનવ થાતો
સમજુ નર ને યાદ એ આવે, ગાફેલ ગોથાં ખાતો...

ચેત ચેત નર રામ રટી લે, શીદ ને ફરે અથડાતો
દીન "કેદાર" જો સમજ્યો નહિં તો, આંટો અવળો થાતો...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com