સોમવાર, 14 ફેબ્રુઆરી, 2011

પ્રાર્થના

પ્રાર્થના

ઢાળ:-મારો હાથ જાલી ને લઇ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની...

મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે, રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એછે એક અરજ "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના, કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો