Saturday, April 30, 2011

ગરબો

ગરબો

હેલે ચડી

હેલે ચડી આજ હેલે ચડી, અંબા ની ગરબી હેલે ચડી...
ઘેલી કરી છે માં ઘેલી કરી, માનવ મેદની ને ઘેલી કરી..

આસો માસ ની આવી નવરાતરી, અંબા ને આજે મળવા ની ખાતરી
સહસ્ત્ર સખિઓ ની સંગે પધારસે, હેતે કરી માં હેતે કરી...

શેરી વળાવી મેં સાથિયા પૂરાવીયા, નવદુર્ગા ચોક માં નવરંગ બીછાવીયા
ચંદ્રિકા રચાવી દરવાજે દીવડી, તોરણ કરી માં તોરણ કરી...

ઝીણી ઝીણી પાયલ ની સાંભળી મેં ઘૂઘરી, આવી કાં તો અંબિકા આવી ભુવનેશ્વરી
ઉમટ્યો માનવ સમાજ શરણે અંબાને, ભાવે કરી માં ભાવે કરી...

દીન "કેદાર" ની દેવી જગદંબા, દર્શન દેવાને આવી અવલંબા
ધન્ય કર્યું મારૂં જીવન જગ જનની, સ્નેહે કરી માં સ્નેહે કરી...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Friday, April 29, 2011

મારી સર્વ પ્રથમ રચના શું વખાણું ?

મારી સર્વ પ્રથમ રચના..

ગાંધીધામ ના ઓસ્લો સોસાય્ટી માં મેં "નવદુર્ગા" ગરબી મંડળ માં ગરબા ગાવા
ની માનદ સેવા અપવાનું શરૂ કર્યું, પણ હું ફ્ક્ત માતાજીનાજ ગરબા ગાતો, કોઇ
ભળતા સળતા કે ફીલ્મિ ગીતો ન ગાતો. પણ જ્યારે રંગત જામે ત્યારે ફાસ્ટ લયના
શોખીનો હાલાજી તારા હાથ વખાણૂં જેવા ગીતો ની ફરમાઇશ કરતાં. તેથી મેં એજ
રાગ ના આધારે એક જોડકલું બનાવવાનું વિચાર્યું, અને બની ગ્યું ""શું વખાણૂ
?" જે લય અને ઢાળ ના હિસાબે આવી ફરમાઇશ કરનારાને તો ગમ્યું પણ આ મંડળ ના
પ્રમુખ શ્રી મોહન ધારસીએ આ રચના નવી લાગી, અને ધ્યાન દઇ ને એક એક શબ્દ ને
તોળ્યો,માપ્યો અને મને પ્રોત્સહન આપ્યું. આ હતી મારી "દીન વાણી" નામક
રચનાઓ ની શરૂવાત. ત્યાર પછી તો એક એક રચનાઓ બનતી રહી અને આ મંડળમાં રજૂ
થતી રહી, અને તેથી જ મારી રચનાઓ માં "નવદુર્ગા ચોક" નો ઉલ્લેખ વારમ વાર
થતો રહે છે. ત્યાર પછીતો ભજનો અને ગીતો ની રચના થતી રહી અને મને અહિં ના
"અવસર" નામક કવિ સંમેલન માં સ્થાન પણ પ્રાપ્ત થયું, તો માણો આ મારો
પહેલો પ્રયાસ...


શું વખાણું ?

રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણૂં, કે સીતાજી ના સત ને વખાણું...

રૂષીઓ કેરિ રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત સત્રુઘ્ન ભ્રતા કરી ને, દશરથ ઘેર પધારે...

વિશ્વામિત્ર નો યગ્ન સુધારી, અસુર નારી તાડકા મારી
શિલા હતી તે અહલ્યા તારિ, જનકપુરી માં પધારે...

વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ્ય નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને, સીતા રામ કહાવે...

કુબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણિ
પિતાજી કેરી આગ્યા પાળી, વન વગડા માં પધારે...

પંચવટી વન પાવન કિધાં, સુર્પણખા ના મદ હરી લીધાં
સીતા રૂપ માયા ના કિધાં, માયા હરણ કરાવે...

શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મિઠપ માણી
સ્નેહ થખી સમર્પિત જાણી, નવધા ભક્તિ ભાણાવે...

બજરંગ જેવા બળિયા મળિયા, વિભિષણ સરીખા ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુધ્ધે ચડિયા, રાવણ કૂળ સંહારે...

અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી, "કેદાર" ગુણલા ગાવે...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Thursday, April 28, 2011

ગરબો

ગરબો
ગરબે ઘૂમે

મારી અંબામાં ગરબે ઘૂમે છે, માંને નિરખી નિરખી ને મન ઝુમે છે...

માંના શોળે શણગાર ની શોભા બની, જાણે આકાશી વીજળી ની ચુંદડી બની
માંની ટીલી લલાટ જાણે ચોડી છે ચાંદની, હૈયે હાર એકાવન ઝુમે છે...

માંએ સોના નો ગરબો શિરે ધર્યો, ગરબે સૂરજ નાં કિરણો એ સાથિયો કર્યો
માની ઇંઢોણી અલબેલી મોતીએ મઢેલી, માંહી જ્યોતિ અનેરી ઝળકે

માં ના નેપુર નો નાદ કંઇ નવલો બન્યો, જાણે સાતે સુરો નો એમાં સંગમ કર્યો
માં ના કેશ કલાપ ની કરવી શી વાતડી, નાગણ નખરાળી જાણે જુમે છે..

ઘૂમી ઘૂમી ને આવી મુખ પર રતાશડી, પુષ્પ ઉપર ઝાકળ જેમ પ્રસ્વ લહર પાતળી
આંખે ઉજાગરા ની લાલી લપટાણી, કાળી લટ માંના ગાલ ને ચૂમે છે...

દાસ જાણી ને મામ દયા કરો આવડી, ગરબે ઘુમવા ને આવો તમે માવડી
વીતે ન રાત આજ જાય ભલે જાતડી, માંગે "કેદાર" પાય ચુમે છે...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Monday, April 25, 2011

નોરતાં ની રાત

આવિ આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા...

આશાપુરા માં મઢ થી પધાર્યાં, આવી ને માંએ મારાં ભાગ્ય જગાડીયાં
હૈયે મારે હરખ ન માય...

શોળે શણગાર માં ને અંગે શોભે, રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય...

ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યો નહિં નેહ જનનિ નો
અંબા માં ગરબા માં જોડાય...

ગોરૂં ગોરૂં મુખ માં નું ગરબો ઝીલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
તાલી દેતી ત્રિતાલ...


દીન "કેદાર" ની માં દેવી દયાળી, દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી
રમશું ને ગાશું સારી રાત...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Friday, April 22, 2011

ગરબો

ગરબો
રાસ
રાસે રમે કાન રાસે રમે ,વ્રજ માં વનમાળી આજ રાસે રમે..

મધુરી મોરલી અધરે ધરી છે,સાતે સુરો ની એમાં સરગમ ભરી છે
વાગે બંસી ને સુર સૌ ને ગમે...

અંગ ભંગ શ્યામ કેરાં અતિ ઘણા શોભે, ગાલ ભાલ ક્રાંતીજાલ ચંન્દ્ર કિરણ લોભે
નિરખી વ્રજનાર આજ ભ્રમ માં ભમે...

એક એક રાધા ને એક એક કાનો, ભાન ક્યાં છે ભાળે જે ભેદ માધવા નો
રાણી રાધિકા પણ સમણે રમે...

દીન "કેદાર" ના દામોદર ઘૂમતાં, ચઢી આકાશ સૌ દેવગણ ઝુમતાં
પુષ્પો ની વ્રષ્ટી કરી
પ્રભુ ને નમે...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Tuesday, April 19, 2011

મારા અહોભાગ્ય છે કે મને પ.પુ. બ્રહ્મલીન નારાયણ નંદ સરસ્વતી-નારાયણ
સ્વામિ-ના આશિર્વાદ રુપે તેમનાજ હસ્તાક્ષર મેળવવનો લ્હાવો મળ્યો છે જે
મેં ભાવ પુર્વક સંભાળિ ને રાખેલ છે.

Monday, April 18, 2011

કહો હનુમંતા

આજે હનુમાન જયંતી, સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી
રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને
મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ
ના બધ્ધાજ કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો, એજ પ્રસંગ આજે હું મારા
ગ્નાન મુજબ રચાયેલા એક ભજન દ્યારા અહિં રજુ કરૂં છું.ભજનો, ગરબા રચુંછું
પણ વ્યાકરણ માં ખાસ આવડત ન હોઇ મારા લખાણો પર ધ્યાન ન આપતાં ફક્ત મારી
ભાવના સમજશો એવી આશા રાખુંછું.
જ્યારે હનુમાનજી માતાજી ને મલ્યા ત્યારે માતજી બધા સમાચાર પુછે છે અને
કહેછે-મેં લક્ષમણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા
હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યોછે મારો રામ મને કેમ શોધસે,પણ
તમે મુદ્રિકા બતવી તેથી એ શંકા ન રહી,મારે હરપલ રામ રટણ નું કવચ છે,તેથી
હું તો બરબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોન કરે
છે ?

કહો હનુમંતા

કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષમન કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મની મુદ્રિકા તુમને ગિરાઇ, નાચા મન મોરા તુટ ગઇ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘૂવિર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

કેદ કિયો હનુમો લૌ લીપતાઇ, "કેદાર" કપિ ના જલીયો જલ ગઇ લંકા..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Saturday, April 16, 2011

અંબામા રમવા આવી

અંબામા રમવા આવી

નવ નોરતાની રાત રઢીયાળી આવી, હવે ગરબે રમવા ની ઉજાણી આવી
અંબામા રમવા આવી આવી...

ઘેલા બાલુડા આજ ઉમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...

ઢોલ નગારા ને નોબત વાગે, શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
એમાં રજની મધુરી રંગ લાવી લાવી...

ગોકૂળ ગામથી ગોપી એક આવી, ગરબા ની રંગત માં ભાન ભુલાવી
એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...

શોભા નિરખી ને સૌ દેવ ગણ આવીયા, સંગે સખિઓ ને લઇ દેવીઓ પધારીયા
ગરબે રંગત અનેરી આજ જામી જામી...

દીન "કેદાર" ની દેવી દયાળી, ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
મીઠી નજરૂં ની મ્હેર નિત રાખો આવી...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Friday, April 15, 2011

ગરબો

નવરાત્રિ માં રોજે રોજ એક ગરબો રજુ કરવાની ભાવના હતી, પણ બધું આપણા
ધાર્યા પ્રમાણે થતું નથી,
ખેર પ્રાર્થના નો સમય ક્યારેય સમાપ્ત થતો નથીં
ગરબો
ગુણ ગાન

ઢાળ: જારે જારે ઓ કારે બદરવા-ગીત જેવો

મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..

સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યોછે જ્યાં ભક્ત ગણ લોક માં
મારે જાપ જગદંબા ના જપવા છે...

ઢોલ નગારા ના ધબકારે ધબકારે, હૈયું મારૂં માડી ના નામ પોકારે,
મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..

હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
મારે લેવા જીવન ના લ્હાવા છે...

આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વિતે જિંદગી આ મારી
મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...

દીન "કેદાર" ની દેવિ દયાળી, ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
મારે દિન દિન દર્શન કરવા છે...

Tuesday, April 12, 2011

ગરબો

ગરબો
અંબા ના રૂપ

મારી અંબા નાં રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...

માં મઢમાં થી મ્હાલવા ને નિસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...

માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...

માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝીલાવે છે ત્રિતાલ માં રે...

ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઉમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...

માં ને દાસ "કેદાર" રીઝાવતો રે, માં ના લળી લળી પાય પખાળતો રે...

Tuesday, April 5, 2011

ઊમંગ ભર નાચો

ઊમંગ ભર નાચો

આવી આજે નવરંગ રાત, ઊમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....

વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાણા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાણા
નર નારી સૌ ભાન ભુલી ને, ભૂલ્યા સઘળાં કાજ...

રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરિ મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળાં સાજ...

ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાશે ગંગધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચેછે યમુના આજ...

કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરિ જાણી
શ્યામ સુંદિર ના દર્શન કરતાં, સુંદિરતા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમોને અમ સંગ રાસ...

એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઇ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દિધી
દીન "કેદાર" નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...

Friday, April 1, 2011

હ્રદયે રહેજો

હ્રદયે રહેજો

અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું, અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો...

www.kedarsinhjim.blogspot.com