Friday, April 29, 2011

મારી સર્વ પ્રથમ રચના શું વખાણું ?

મારી સર્વ પ્રથમ રચના..

ગાંધીધામ ના ઓસ્લો સોસાય્ટી માં મેં "નવદુર્ગા" ગરબી મંડળ માં ગરબા ગાવા
ની માનદ સેવા અપવાનું શરૂ કર્યું, પણ હું ફ્ક્ત માતાજીનાજ ગરબા ગાતો, કોઇ
ભળતા સળતા કે ફીલ્મિ ગીતો ન ગાતો. પણ જ્યારે રંગત જામે ત્યારે ફાસ્ટ લયના
શોખીનો હાલાજી તારા હાથ વખાણૂં જેવા ગીતો ની ફરમાઇશ કરતાં. તેથી મેં એજ
રાગ ના આધારે એક જોડકલું બનાવવાનું વિચાર્યું, અને બની ગ્યું ""શું વખાણૂ
?" જે લય અને ઢાળ ના હિસાબે આવી ફરમાઇશ કરનારાને તો ગમ્યું પણ આ મંડળ ના
પ્રમુખ શ્રી મોહન ધારસીએ આ રચના નવી લાગી, અને ધ્યાન દઇ ને એક એક શબ્દ ને
તોળ્યો,માપ્યો અને મને પ્રોત્સહન આપ્યું. આ હતી મારી "દીન વાણી" નામક
રચનાઓ ની શરૂવાત. ત્યાર પછી તો એક એક રચનાઓ બનતી રહી અને આ મંડળમાં રજૂ
થતી રહી, અને તેથી જ મારી રચનાઓ માં "નવદુર્ગા ચોક" નો ઉલ્લેખ વારમ વાર
થતો રહે છે. ત્યાર પછીતો ભજનો અને ગીતો ની રચના થતી રહી અને મને અહિં ના
"અવસર" નામક કવિ સંમેલન માં સ્થાન પણ પ્રાપ્ત થયું, તો માણો આ મારો
પહેલો પ્રયાસ...


શું વખાણું ?

રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણૂં, કે સીતાજી ના સત ને વખાણું...

રૂષીઓ કેરિ રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત સત્રુઘ્ન ભ્રતા કરી ને, દશરથ ઘેર પધારે...

વિશ્વામિત્ર નો યગ્ન સુધારી, અસુર નારી તાડકા મારી
શિલા હતી તે અહલ્યા તારિ, જનકપુરી માં પધારે...

વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ્ય નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને, સીતા રામ કહાવે...

કુબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણિ
પિતાજી કેરી આગ્યા પાળી, વન વગડા માં પધારે...

પંચવટી વન પાવન કિધાં, સુર્પણખા ના મદ હરી લીધાં
સીતા રૂપ માયા ના કિધાં, માયા હરણ કરાવે...

શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મિઠપ માણી
સ્નેહ થખી સમર્પિત જાણી, નવધા ભક્તિ ભાણાવે...

બજરંગ જેવા બળિયા મળિયા, વિભિષણ સરીખા ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુધ્ધે ચડિયા, રાવણ કૂળ સંહારે...

અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી, "કેદાર" ગુણલા ગાવે...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment