Friday, April 1, 2011

હ્રદયે રહેજો

હ્રદયે રહેજો

અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું, અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો...

www.kedarsinhjim.blogspot.com

1 comment:

  1. ‘‘દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો...’’

    જગત જનની જગદંબા સાથે કેવો નાતો ?
    મા ને એક બાળકની જેમ હક્કથી કહેવામાં આવે તો મા સાંભળે જ.

    ReplyDelete