Friday, April 15, 2011

ગરબો

નવરાત્રિ માં રોજે રોજ એક ગરબો રજુ કરવાની ભાવના હતી, પણ બધું આપણા
ધાર્યા પ્રમાણે થતું નથી,
ખેર પ્રાર્થના નો સમય ક્યારેય સમાપ્ત થતો નથીં
ગરબો
ગુણ ગાન

ઢાળ: જારે જારે ઓ કારે બદરવા-ગીત જેવો

મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..

સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યોછે જ્યાં ભક્ત ગણ લોક માં
મારે જાપ જગદંબા ના જપવા છે...

ઢોલ નગારા ના ધબકારે ધબકારે, હૈયું મારૂં માડી ના નામ પોકારે,
મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..

હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
મારે લેવા જીવન ના લ્હાવા છે...

આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વિતે જિંદગી આ મારી
મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...

દીન "કેદાર" ની દેવિ દયાળી, ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
મારે દિન દિન દર્શન કરવા છે...

No comments:

Post a Comment