Thursday, April 11, 2013

સપનું.

 સપનું.

મને સપનું લાધ્યું સલૂણું, વાગી જાણે વ્રજ માં વેણુ... મને...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઊઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઈ વીનવે, અંબા વિનાનું ઊણું ઊણું.. મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શક્યો નહીં નેહ જનની નો
સંગે લઈ ને સરવે સાહેલીઓ, આવી અંબા સહે ન મહેણું.... મને...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઊમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણું કૂણું.. મને..

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન "કેદાર" પર દયા દરશાવી, રજની મુંગી ને વાગે વેણું...મને... 

માન્યવર,
આપ કોઈને મારો મેઇલ વિક્ષેપ કરતો હોય તો કૃપા કરીને જાણ કરજો, તો હું આપને પરેશાન નહીં કરું.                      

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

હ્રદયે રહેજો

હ્રદયે રહેજો

અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગું હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહીં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળી તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળજે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો... 
રચયિતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Wednesday, April 10, 2013

અંબામાં રમવા આવી

ગરબો     
                        અંબામાં રમવા આવી

નવ નોરતાની રાત રઢિયાળી આવી,  હવે ગરબે રમવા ની ઉજાણી આવી    
                                              અંબામાં રમવા આવી આવી...

ઘેલા બાલુડા આજ ઊમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
                                      સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...

ઢોલ નગારા ને નોબત વાગે,       શરણાઈ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
                                      એમાં રજની મધુરી રંગ લાવી લાવી...

ગોકુળ ગામથી ગોપી એક આવી,      ગરબા ની રંગત માં ભાન ભુલાવી
                                  એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...

શોભા નિરખી ને સૌ દેવ ગણ આવ્યાં, સંગે સખીઓ ને લઈ દેવીઓ પધાર્યા
                                         ગરબે રંગત અનેરી આજ જામી જામી...

દીન "કેદાર" ની દેવી દયાળી,     ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
                                   મીઠી નજરૂં ની મહેર નિત રાખો આવી...

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

કચ્છ ની ધરતી

કચ્છ ની ધરતી
સાખી:-સરસ્વતી શ્વર દીજીએં, લક્ષમી દે શુભ ધન
        અંબા અભય પદ દીજીએં, સદા કરૂં હું નમન..

કચ્છ કેરી ધરતી માથે ગરબા ગવાય છે, 
જામે રૂડિ ગરબી જોવા દેવીઓ લોભાય છે..

માતા ના મઢ થી અંબા માઆશાપૂરા આવીયા, 
રવ છોડી ને રવેચી માં સંગે પધારીયા
જોગણી માં નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો,
    સ્વર સુણી ને માડી મારી, જોવા લલચાય છે...જામે..

ગબ્બર ના ગોખ થી અંબામાં આવીયા
ચોટીલા વાળી ચંડી સંગે પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
         પાવાગઢ વાળી કાળી સંગ માં જોડાય છે..જામે..

રાણી રાધિકા આજ રૂસણે ભરાયા
રમી રમી ને રાસ કાના મનડા ધરાયા
જઈશું હવે ગરબો જોવા, નહિં અમૂલખ લહાવા ખોવા
                     રાણી રાધિકા સંગે રુક્ષમણા જોડાય છે..જામે..   

ઇંદ્ર ઇંદ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરા ફેરી
                   ભાળી રંગત ગરબા કેરી સ્વર્ગ સરમાય છે.. જામે..

ઢોલ નગારાં નોબત વાગે 
શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
            ગરબો "કેદાર" ગાય ઘેલો ઘેલો થાય છે..જામે..

Tuesday, April 9, 2013

ગરબો ગુણ ગાન

 ગરબો
                        ગુણ ગાન

ઢાળ: જારે જારે ઓ કાલે બદરવા-ગીત જેવો

મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..

સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યો છે જ્યાં ભક્ત ગણ લોક માં
                                                 મારે જાપ જગદંબા ના જપવા છે...

ઢોલ નગારા ના ધબકારે ધબકારે,   હૈયું મારું માડી ના નામ પોકારે,
                                      મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..

હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
                                           મારે લેવા જીવન ના લહાવા છે...

આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વીતે જિંદગી આ મારી
                                          મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...
 
દીન "કેદાર" ની દેવી દયાળી,  ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
                                           મારે દિન દિન દર્શન કરવા છે...
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

ગબ્બર વાળી માં

 ગરબો
                      ગબ્બર વાળી માં
મારી માડી ગબ્બર ગોખ વાળી ગયાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં,  ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..

અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
                                ભોળા ભક્તો ની ભીડ ભાંગનારી હેતાળી માં...

સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરાં હાર હૈયે નથડી રૂપાળી
                           તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી માં...

ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
                               માં ના સોળ શણગાર ની શોભા છે નિરાળી માં....

શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશૂળ ધરાય છે 
                                     એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી માં...

ચંડિકા રૂપ ધરી ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે માં અસુરો સંહાર્યા
                            સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી માં...

બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વહાલા વહાલા
                           લેવા પુત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી માં...

દીન "કેદાર" ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
                            વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી માં... 

Monday, April 8, 2013

અંબા ના રૂપ

 અંબા ના રૂપ

મારી અંબા ના રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...

માં મઢમાં થી મહાલવા ને નીસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...

માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...

માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝિલાવે છે ત્રિતાલ માં રે...

ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઊમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...

માં ને દાસ "કેદાર" રિઝાવતો રે,   માં ના લળી લળી પાય પખાળતો રે...      

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

ગૌરી નો લાલો

 ગરબો.                

                      ગૌરી નો લાલો

ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન "કેદાર" જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...