Monday, May 23, 2011

ઢાળ:- માં બાપ ને ભૂલશો નહીં - જેવો
માં બાપની સેવા કરો

સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...

ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના ક'દિ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે...

"કેદાર" એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ "માં બાપ ને ભૂલશો નહીં" વારમ
વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે
સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી
મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ
છે.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Saturday, May 21, 2011

મિત્રો,
મારા સાંભળવા પ્રમાણે ભજન કે કથા સાંભળ નારા ત્રણ પ્રકાર ના હોય છે,
તાની-માની અને જ્ઞાની, તાની મતલબ જે લય સાથે તાન માં રહેતો હોય, ડોલતો
હોય પણ શ્બ્દો સાથે કશો લગાવ ન હોય, માની કે જે માન મેળવવા કે જ્યાં
તેની સારી સરભરા થતી હોય, માન મળતું હોય ત્યાંજ જતો હોય પણ ભજન સાથે કોઇજ
લેવા દેવા ન હોય, અને જ્ઞાની કે જે કોલાહલ થી દૂર એકાંત માં બેઠાં
બેઠાં એક એક શ્બ્દ નો આનંદ અને અર્થ સમજવા તત્પર રહેતો હોય, શબ્દે શબ્દે
નાચવા માંગતો હોય,માણવા માંગતો હોય તે. {આમાં હું ત્રિજા પ્રકારનો તો
નહીં જ હોંવ તેથી દરેક બાબત મને એટલીજ લાગુ પડે છે જેટલી અન્ય ને} એજ
પ્રમાણે કથાકાર કે ભજન ગાયક પણ આ ત્રણે પ્રકારના હોય છે, તાની કે જે તાલ
કે લક્ષમી ના થતા ઘોળ પર નાચતો હોય, માની કે જે કલાકાર કે કથાકર તરીકે
નું મોટું નામ ધરાવતો હોય અને પોતાને અન્ય થી ઉત્તમ ગણતો હોય, અને જ્ઞાની
કે જે શબ્દો ને સમજી ને પચાવી ને આનંદ માણતો હોય અને ભાવ વિભોર બની ને
પ્રભુ મય બની જતો હોય તે.
પણ મારા મતે એક ચોથો પ્રકાર પણ છે, જે આતુરતા પુર્વક એક એક શબ્દ ને
માણવા માંગતો હોય છે પણ કોઇ કારણોસર શબ્દો નો અર્થ સમજી શકતો ન હોય તે.
આવા ચોથા પ્રકારના આતુર લોકો માટે એક સજ્જન સંત નડીયાદ કે આણંદ બાજુ
ક્યાંક બિરાજે છે અને ભજનો ને સરળ શબ્દોમાં અને ગદ્ય રૂપમાં પ્રકાશિત
કરેછે. એસંત ને મારા લાખો લાખો પ્રણામ.
મારા ભજનો કે ગરબા માં એવા ખાસ અલંકાર હોતા નથી, છતાં કોઇ કરણ સર ન સમજાય
તો હવેથી ભજનો સાથે સાથે થોડો સાર પણ આપતો રહેવા પ્રયત્ન કરીશ.
kedarsinhjim.blogspot.com

Tuesday, May 17, 2011

ભાવ ભજન

ઢાળ:- રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઇ વો મુખ મંડલ મેં, પ્રભુ પ્રેમે પચાતા હે...


ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે ક્રૂપા ના કણ કિ ક્રૂપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપૂ રઘુવર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાન ચલાકે, જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..
ભજન-કિર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે
ક'દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવુંજ
પડે.

મીરાંબાઇએ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે
કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માંજ સમાવી દીધાં અને
મ્રુત્યુનો સામનો ન કરવો પડ્યો.

ભિખારી લોકો આખો દીવસ "હે રામ હે રામ" રટણ કરેછે, પણ તેનો માંહ્યલો તો
આવતા જતા લોકોના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલોતો
મળેજ, પણ મુક્તિ તો ભાગ્યે જ મળે,

ગજેન્દ્ર નામના હાથીએ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઇ પ્રસંગ ક્યાંએ
નથી, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુધ્ધ થયું ત્યરે તેને સુદર્શન ચક્ર વડે
સંહાર કરીને છોડાવ્યો.

રાવણ ને ત્રણ જ જન્મમાં મોક્ષ તોજ મળે જો તે ભગવાન ને વેર ભાવાથી ભજે એવો
શ્રાપ હતો, પણ મનથી તે જાણતો હતો કે આજ મારા નાથ છે, તેથી યુધ્ધ સમયે તે
મનોમન રામજીને નમન કરેછે, અને રામજી તેને બાણ મારી ને મોક્ષ આપેછે.

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Wednesday, May 4, 2011

કોને પડી છે ?

એક સમય હતો જ્યારે મારા ગુજરાત ની અવદશા જોઇ ને જીવ બળતો, અનાયાસ પ્રભુને
પ્રાર્થના થઇ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે જેના પર તેં મથુરા છોડી ને
દ્વારીકા માં રાજધાની બનાવી ? જ્યાં અનેક સંતો મહંતોએ જીવન ગુજાર્યું ?
અનેક દેવ દેવીઓ ના બેસણા છે, એવી એવી ઘણી જ કાકલુદી બાદ આજે પ્રભુએ
થોડી શાંતી આપી છે, અહિં પણ કોઇ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો
ભ્રસ્ટાચાર નો ભોરિંગ ને કાળિનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઇ જાય.
એવાજ કોઇ પહેલા ના સમયે મારાથી એક રચના બની ગઇ હતી ... જે આજના દીવસે રજુ
કરવા માંગુ છું. આમાં કોઇએ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી વિનંતી
છે...

કોને પડી છે ?

હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..

વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે..

તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગર્જરી છે..

ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડાં સપુતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું, માં ભોમ ની આજ કોને પડી છે...

બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખૂદ તો રળે છે
કરે કૌભાંડ કાળાં ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...

કોઇ વરદી માં પારધી કોઇ ઉદંડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પીડા છે...

ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઇ કમી છે...

નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાંટે છે પડ આજ પુત્રો અમારાં, પાદોશી કેરાં કાં મેવા જમે છે...

મહા બંદર સમંદર કાપડ કમાણી, જઇ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઇ મળે ચે...

સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેસી કદિ'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઇ અમારે, વાડી જ ખુદ આજ ચીભડાં ગળે છે...

હતી શાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
મને ભાસે છે એ કોઇ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...

"કેદાર" ગીતા ના ગાનાર આવો, આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂઝાણા, કાં લાંચ રૂશ્વત માં તું પણ ભાળ્યો છે...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com