Friday, December 31, 2010

માનવ દેહ

માનવ દેહ
માનવ કેરો દેહ મળ્યોછે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરૂ, ભગવાન ને જાણ્યો નહિં
પછી આવી યુવાની, થઇ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઇ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઇ જ્યારે ઉમર તારી, થયો નિવ્રુત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઇશ કેરી, ભુલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહિં સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નિકળે, જાણી લે જે જગ તાત ને...

Saturday, December 25, 2010

કાળા કાનજી

કાળા કાનજી

ઢાળ-રાગ પ્રભાતિ જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતી મૂઝાણી મારી રે..

રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી, ભક્ત રીઝાવ્યા ભારી રે...

એકજ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારિ રે
ધોબી ને વચને રાણી સીતાને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

ક્રુષ્ણ બની તું કપટ કરે છે, રણ છોડી રણછોડ બને છે
છોગળા ને છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે....

જોર કરી જાંબુવતી લાવ્યા, પરળ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી, વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જન્મ ભોમકા[જેલ] ભાગ ભજાવે, મતી બગાડે તારી રે..

"કેદાર" કપટ એક કાન કરી દે, મુજ પાપી ને પાર કરી દે
જગત બધા ને જાણ કરી દે, તૂં અધમ નો પણ ઉધ્ધારી રે...

Wednesday, December 22, 2010

મોરલી વાળા

મોરલી વાળા

આવો હવે મોરલી વાળા, સં ભવાની વચન વાળા
ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો...

રાવણ તે'દિ એક જનમ્યો'તો, ગઢ લંકા મોજાર
આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઇ ન તારણ હાર
વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું..

પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષમણ ની વાત
આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઇ તાત
ભિડૂં જે ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે...

આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ
ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
લૂટેછે ગરીબ ની મુડી, રાખે નીતિ કુડી કુડી...

હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડીસ્કો દેતાં થાપ
નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
તમાકુની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..

આજ જુવાનિ ચડી હિલોળે, અવળો છે ઉતપાત
નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
સીતાની શોધ શું થાતી, લાજું જ્યાં રોજ લુટાતી..

લીલા પીળાં લુગડા પહેરે, નહિં પુરૂષ પહેચાન
લટક મટક ચાલ ચાલેને, નચાવે નેણ કમાન
આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળુ..

શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ
ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગેછે મેળ
ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..

ખૂરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ
પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
ભારત ની ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..

સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ
આજ મુનિજન એવા હશે ક્યાં, રીઝાવી લે મહારાજ
ઊતારે રામ ને હેઠો, જુવેછે ત્યાં બેઠો બેઠો..

જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર
આજ ભુમિ એ ભિડે પડી છે, આવે લાજ અપાર
રહે શું માતમ તારૂં, લાગે તને કલંક કાળું..

સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત
વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘડે સંત
ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..

અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય
આગ લાગી અમ હૈયે હરજી, એકજ છે ઉપાય
કાંતો અવતાર ધરાવો, નહિંતો ના પ્રભૂ કહાવો...

દીન "કેદાર"ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ
પ્રલય પાળે જગ બેઠુંછે, નહિં ઉગરવા આશ
પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે...

નર નારયણ

નર નારયણ

નર નારયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિ જન હોવે...

એક અપરાધી પાપી પારધી, [વલીયો લુંટારો] સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે...

તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણિ હોવે...

કમ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, હોની હો સો હોવે...

Monday, December 20, 2010

રમઝટ

આજે ગાંધીધામ માં રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે
જેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સ્વ. શ્રી ધીરૂભાઇ શાહ કે
જેઓ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ હતા તેઓના હસ્તે ૧૯૯૧ માં અમારી સોસાયટી
માં નવરાત્રી નુ ભવ્ય આયોજન કરેલું તેમાં મને સન્માનીત કરેલો, એ વખતે મરા
ગુરૂ સમાન કવી શ્રી "દાદ" સાથે પોત પોતા ની રચનાઓ ની ગરબી માં રમઝટ
બોલવેલી તેની યાદ રૂપી આ તસવિરો આજે પણ મારા મનમાં અનેરો રંગ પુરેછે.

આજે ગાંધીધામ માં રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે
જેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સ્વ. શ્રી ધીરૂભાઇ શાહ કે
જેઓ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ હતા તેઓના હસ્તે ૧૯૯૧ માં અમારી સોસાયટી
માં નવરાત્રી નુ ભવ્ય આયોજન કરેલું તેમાં મને સન્માનીત કરેલો, એ વખતે મરા
ગુરૂ સમાન કવી શ્રી "દાદ" સાથે પોત પોતા ની રચનાઓ ની ગરબી માં રમઝટ
બોલવેલી તેની યાદ રૂપી આ તસવિરો આજે પણ મારા મનમાં અનેરો રંગ પુરેછે.

રમઝટ

આજે ગાંધીધામ માં રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે
જેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સ્વ. શ્રી ધીરૂભાઇ શાહ કે
જેઓ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ હતા તેઓના હસ્તે ૧૯૯૧ માં અમારી સોસાયટી
માં નવરાત્રી નુ ભવ્ય આયોજન કરેલું તેમાં મને સન્માનીત કરેલો, એ વખતે મરા
ગુરૂ સમાન કવી શ્રી "દાદ" સાથે પોત પોતા ની રચનાઓ ની ગરબી માં રમઝટ
બોલવેલી તેની યાદ રૂપી આ તસવિરો આજે પણ મારા મનમાં અનેરો રંગ પુરેછે.

Friday, December 17, 2010

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપીયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથાજે ક્રુષ્ણ ની કરતી
કરાવે પાન અમ્રુત નું, રટણ નિત રામ નું કરતી
ગળથુથી માં જેણે ગોવિંદ ગવળાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો
ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાશા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો
ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેળો
પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડાં, સિધાવે સ્વર્ગ માં સીધો
રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કિધો
"કેદાર" આવા કરમી જનતો, તારીદે સઘળી નાત ને...

ભાજી

ભાજી

ઢાળ- રાગ કાલિંગડા જેવો

ગિરધારી મ્હેર કરી તેં મોરારિ
દીન ગરીબ પર દયા દરશાવી, ભાવી ભાજી મારી...

નવલખ ધેનુ ગૌશાળા શોભાવે, મહી માખણ ના ભંડારી
માતા યશોદા થાળ ધારાવે, નિત નવનીત દે ભારી...

પુરી દ્વારિકા સિને મઢેલી, શોભા શિખર ની હીરલે જડેલી
વાયુ વાદળ વિંઝ્ણો ઢોળે, સેવા કરે તમારી...

દુર્યોધન નું દિલડું દુભાવ્યું, મોટપ મારી વધારી
છળ કપટ છોડી છોતરાં ચાવ્યા, સુલભા સ્નેહ સંભારી...

ભાવ થકી ભગવાન જે રિઝાવે, નેહ ન દેતો નિવારી
દીન "કેદર" પર દયા દરશાવો, મૂખ માં રમજો મોરારી....

કેમ ભરોંસો આવે ?

કેમ ભરોંસો આવે ?

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રિતમ, પટ પૂરાં પૂરીયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના ગ્નાન ગોવિંદ, પાર્થ ને પઢાવીયા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઇંડા ને ઉગારીયા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

શ્રુસ્ટિ ના સર્જન હારા, હાની મરણ [ટારા] હાથમાં
તો- દ્વારિકા ને દરીયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મુંઝાવે...

કેમ ભરોંસો આવે ?

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રિતમ, પટ પૂરાં પૂરીયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના ગ્નાન ગોવિંદ, પાર્થ ને પઢાવીયા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઇંડા ને ઉગારીયા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

શ્રુસ્ટિ ના સર્જન હારા, હાની મરણ [ટારા] હાથમાં
તો- દ્વારિકા ને દરીયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મુંઝાવે...

શા કામનું ?

શા કામનું ?
જન્મ ધરિ ને કાંઇ ન કિધું, જીવન તારૂં શા કામ નું
હવે દેખિ બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું...

જવાની જોશ માં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના
કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના
મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહીં રામ નું...

કરી ના સંત ની સેવા, ગયો નહિં ગ્યાન ને લેવા
ભજન માં ભાગ ના લીધો, મેળવીયા માન ને મેવા
રંક જનો ને ખુબ રંજાડ્યા, ધન સંઘર્યું શા કામ નું...

બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના
હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતી ના
યમ દુતો જ્યારે દ્વારે દેખાણા, જોખમ લાગ્યું જાન નું...

હવે ના હાથ હાલે છે, શરણાઇ વાગે સ્વાસ ની
સુતો જે સેજ સૈયા પર, પડ્યો પથારી ઘાંસ ની
યાદ આવી હવે ઇશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું...

હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનુ છે
સુધારે સામળો સઘડું, ગતી ગોવિંદ ની ન્યારી છે
"કેદાર" હરપલ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું...

Thursday, December 16, 2010

કેમ ભરોંસો આવે ?

કેમ ભરોંસો આવે ?

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રિતમ, પટ પૂરાં પૂરીયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના ગ્નાન ગોવિંદ, પાર્થ ને પઢાવીયા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઇંડા ને ઉગારીયા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

શ્રુસ્ટિ ના સર્જન હારા, હાની મરણ [ટારા] હાથમાં
તો- દ્વારિકા ને દરીયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મુંઝાવે...

Saturday, December 4, 2010




શ્રી ઓમકારેશ્વર મહાદેવ
બાલ્યાવસ્થામાં મારા મોટા બહેન એક પત્થર વડે મેંદી વાટતાં,જે ખોવાઇ જતાં ગોતી લાવવા જીદ કરી પણ ઘણા સમય સુધી ન મળ્યો, અમુક સમય પછી મારા માતુશ્રી ને સ્વપ્ન માં એ જ્યાં પડ્યો છે એ જગ્યા જણાઇ, આસ્ચર્ય સાથે શોધી ને સાફ કરતાં તેમાં “—” જેવી આક્રુતી જણાતાં અને ધ્યાનથી સફાઇ કરતાં વધારે આક્રુતી ના દર્શન થતાં યોગ્ય જગ્યાપર ભાવથી પધરામણી કરી અને શ્રી ઓમકારેશ્વર નામ રાખ્યું, આજે એમાં અનેક “—” કાર દેખાય છે, આપ પણ આ ચિત્રમાં દર્શન કરી શકતાહશો.

અવસર

-સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ
હેતે ભજી લો રામ ને, એકજ છે સુખ ધમ

પલ પલ ભજી લે રામ ને, એકજ છે સુખ ધામ
સઘળાં કાર્ય સુધારશે, કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ
શિદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..

અવસર
ઢાળ:- કાફી જેવો

અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે, સેવીલે સુંદિર શ્યામને...

માતા તણા ઉદર નહીં ભગવાન ને ભજતો હતો
કિધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
અરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભગાવંત તને, સોંપીદો સઘડું શ્યામ ને
રાખો ભરોંસો રામ પર, કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જીવાડે, ગાવ એના ગૂણ ગાન ને...

આપેલ સઘળું ઇશ નું, માનવ થકી મળશે નહિં
મોકો ન ભુલજે માનવી, જીવન આ જડશે નહિં
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની
ભજી લે ભાવથી ભૂધર, કળા એકજ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

Friday, December 3, 2010

અમુલ્ય અવતાર

અમુલ્ય અવતાર

આપ્યો અવતાર અમૂલ્ય ઘણો, મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો, મને નારાયણ નો નેહ મળ્યો...

મને યાદ ન આવે આજ જરી, મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક અરજ સરકાર ખરી, મને મુક્ત થવા નો માર્ગ મળ્યો...

સંસાર અસાર છે ધ્યાન રહે, મારા ચિત માં ગીતા નું ગ્યાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે, મને ગોવિંદ ગૂણ રસ લાગે ગળ્યો...

મને અમ્રુત આપો વાણી માં, હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં, મને ક્રુષ્ણ ક્રૂપાલુ ત્યાં જાય કળ્યો....

તને એક અરજ કિરતાર કરૂં, ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઇ ગિરિધર ગાન કરૂં, મને લાલ રિઝવવા નો લાગ મળ્યો...

પ્રભૂ દીન "કેદાર" ની વાત સુણી, હરિ રાખો મુજ પર મ્હેર કુણી
હું તો રોમે રોમ છું તારો રૂણી, થોડું રૂણ ચુકવવા નો મોકો મળ્યો...

Thursday, December 2, 2010

પ્રાર્થના

પ્રાર્થના

ઢાળ:- મારો હાથ જાલીને લઇ જશે...જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાનમાં, સેવા કરી શિ ઘનશ્યામ ની...

મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે, રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની...

સદા સ્મરણ હો સરકાર નું, એ છે એક અરજ "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થ ના, કરૂં પ્રાર્થના સદા આપની...

ભાવ ભજન

ભાવ ભજન

ઢાળ: રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હૈ
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હૈ...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દીખાયા નટવર કો
સમા ગઇ વો મૂખ મંડલ મેં, પ્રભૂ પ્રેમે પચાતા હૈ...

ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાએ માધવ કિ
કરે ક્રુપા ના કણ કિ ક્રુપાલુ, કૌવે કો ખૂદ ખિલાતા હૈ...

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત ઘડી હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હૈ...

રાવન જાને રિપૂ રઘુવર કો, પર- શરન લગાતા મન મરકટ કો
અંત સમય પ્રભુ બાન વ્હલાકે, જીવન સે મોક્ષ દિલાતા હૈ...

ચેત ચેત નર રામ રતિલે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, આભય પદ આપ દિલાતા હૈ...

Wednesday, December 1, 2010

પ્રિતમ નો પ્રેમ

પ્રિતમ નો પ્રેમ

ઢાળ- માલકોંસ જેવો

પ્રેમ પ્રિતમ ને રીઝાવે
નાણે નઝર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મૂખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડિ ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝહેર મીરાં ના પી જાનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન "કેદાર" પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગા ન રહેજો, મોહન મુખ પર આવે...