Friday, December 17, 2010

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપીયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથાજે ક્રુષ્ણ ની કરતી
કરાવે પાન અમ્રુત નું, રટણ નિત રામ નું કરતી
ગળથુથી માં જેણે ગોવિંદ ગવળાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો
ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાશા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો
ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેળો
પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડાં, સિધાવે સ્વર્ગ માં સીધો
રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કિધો
"કેદાર" આવા કરમી જનતો, તારીદે સઘળી નાત ને...

No comments:

Post a Comment