Tuesday, December 25, 2012

Fwd: પ્રસંગ---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: vikramsinh jadeja <omroadwayswkr@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫


Fwd: પ્રસંગ---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: osman.h.mir@gmail.com, birju_singer@yahoo.com, દાદીમા ની પોટલી' -'દાસ <dadimanipotli@gmail.com>
Cc: giribapu25@gmail.com, info@manavparivar.org, vatsalaveeren@yahoo.com, Niranjan Rajyaguru <satnirvanfoundation@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫


Friday, October 26, 2012

અણમોલ ઘડી

જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
આજે સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત છે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા  બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે."
 ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, નામ પુછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ."
 થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.
આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મલીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ ના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
જય શ્રી કૃષ્ણ. 

Saturday, October 20, 2012

અભિમાન.

અભિમાન.
ઈશ્વર કોઈ નું અભિમાન ટકવા દેતો નથી, પછી ભલેને તે ભગવાન નો મોટો ભક્ત કેમ ન હોય, જે જે ભગવાન ની વધારે નજદીક હોય તેની પરીક્ષા વહેલી થાય અને વધારે થાય, કારણ કે પ્રભુ ક્યારેય પણ પોતાના ભક્ત ને ગેર રસ્તે જતો જોઈ ન શકે, અને તેથી જેવો તે માર્ગ ચૂકે કે તુર્ત જ તેને સબક મળી જાય, પણ પોતાના ભક્તોનું જતન કરતાં કરતાં પ્રભુ જ્યારે બીજા લોકો પર નજર કરે ત્યાં સુધીમાં તેવા લોકો ના દુર્ગુણો વધી ગયા હોય તેથી તેને આકરી સજા ભોગવવી પડે, ભલે પછી વિલંબ થી ભોગવવી પડતી હોય, ક્યારેક આપણ ને એવું લાગે કે ભક્ત જન હોવા છતાં તેને કષ્ટ કેમ ભોગવવું પડતું હશે, જ્યારે દુરિજન મોજ માણતા દેખાય છે, પણ આ એક છેતરામણી પ્રક્રિયા હોય છે, એમાં પણ પ્રભુ અભિમાન ને તો તુર્ત જ નાથવા માટે તત્પર હોય છે.

એક સાંભળેલી વાત અહીં રજૂ કરૂં છું. નારદજી ને એક વખત થોડું મનમાં લાગ્યું કે મારા જેવો ભક્ત કદાચ આ અવનીમાં બીજો હોય એ શક્ય નથી, કરણ કે રાત દિવસ બસ મારા મુખમાં એકજ નામ નિરંતર ચાલ્યા કરેછે, નારાયણ નારાયણ, આટલું રટણ બીજું કોણ કરતું હોય? અને તે પણ કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના, આવું તો બસ હુંજ રટણ કરી શકું, બાકી કદાચ કોઈ રટતું પણ હોય તો તેમાં જરૂર કંઈક અપેક્ષા રહેલીજ હોય.

બસ નારદજી ને આ વિચાર આવતા ની સાથેજ ભગવાને તુર્ત જ ઇલાજ ચાલુ કરી દીધો, કેમ કે ભક્ત ની બિમારી વધે તે ભગવાન ને કેમ સહન થાય?
 
થોડા સમય માંજ ભગવાને પ્રેરણા કરી તેથી નારદજી ને વૈકુંઠ માં જવાની ઇચ્છા થઈ, ભગવાને નારદજી ને કહ્યું કે નારદજી મને બધા કહેછે કે પ્રુથ્વિ11 પર એક ગામ માં એક ખેડૂત મારી ખૂબ ભક્તિ કરે છે, પણ મને તો સમય મળતો નથી, તેથી મને થયું આપને આ કાર્ય સોંપુ તો સાચો ખ્યાલ આવે.

નારદજી તો બ્રાહ્મણ નું રૂપ ધરીને ઉપાડ્યા ભગવાને બતાવેલા ગામમાં, અને એજ ખેડૂતને ત્યાં તેમના ગોર બની ને રોકાયા, ખેડૂત તો ખુશ થઈ ગયો કે આજ પહેલી વાર કોઈ બ્રહ્મ દેવતા મારે ત્યાં પધાર્યા, પત્નીને ગોર મહારાજ ની સેવા કરવાનું કહી પોતાના કાર્યમાં લાગી ગયો.
નારદજી તો પરીક્ષા કરવા પધારેલા, તેમણે અનુભવ્યું કે આ ખેડૂત સવારે વહેલો ઊઠે કે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સવારે ગામના ચોરામાં આરતી થાયા એટલે બોલે કે "હે ભગવાન સૌ નું સારું કરજો" નાહી ધોઈને ખેતરે જવા નીકળે એટલે પાછો બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" બપોરે તેની પત્ની ભાત લઈને ખેતરે જાય, ત્યાં હાથ મોં ધોઈને જમવા બેસે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સાંજે ઘેર આવે અને બળદો ને છોડે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સંધ્યા કાળે ચોરાની આરતી થાય એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" રાત્રે જમીને જ્યારે સુવા જાય ત્યારે પણ બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" અને ફરી સવારે એજ
"હે ભગવાન સૌ નું સારું કરજો"
નારદજી તો સારા એવા દિવસો ત્યાં રોકાયા પણ આ ખેડૂતના નારાયણ માં કોઈ વધારો ઘટાડો થયો નહીં. આખરે નારદજી એ ખેડૂતને આશીર્વાદ આપીને ભગવાન ને ખબર આપવા નીકળી પડ્યા.
ભગવાન પાસે આવીને કહેવા લાગ્યા "પ્રભુ ખબર નથી આપને આવા ખોટા સમાચાર કોણ આપે છે, એ ખેડૂત આખા દિવસમાં ફક્ત આઠ વખત આપનું નામ લે છે, ન કદી કમ ન કદી વધારે, એને આપનો મહા ભક્ત ખબર નહી કોણે બનાવી દીધો."
ભગવાને નારદજી ને પોતાનું કાર્ય સફળતા પૂર્વક કરવા બદલ ધન્યવાદ કહી ને વિદાય કર્યા.  
આ વાતને ઘણો સમય થઈ ગયા બાદ એક વાર ભગવાને નારદજી ને એક અન્ય કાર્ય માટે વૈકુંઠમાં બોલાવ્યા, નારદજી વિચારવા લાગ્યા કે હમણાં થી ભગવાન ને મારી બહુ જરૂર પડે છે, અને કેમ ન પડે મારા જેવો ભક્ત બીજો ક્યાં મળે.? 
 નારાયણ નારાયણ કરતાં નારદજી ભગવાન સમક્ષ નમન કરીને ઊભા રહ્યા કે તુર્ત જ ભગવાને કહ્યું "અરે નારદજી આપ ખરા સમયે પધાર્યા, લક્ષ્મણજી111 કેટલા સમય થી એક યજ્ઞ કરવા વિચારી રહ્યા છે, પણ એ યજ્ઞ માં નિયમ મુજબ એક પાત્ર માં છલો છલ ભરેલું દુધ એક પણ બિંદુ છલકાયા વિના જો કોઈ પ્રુથ્વિ111 ની પ્રદક્ષિણા કરાવી ને લાવે તો જ એ દુધ આ યજ્ઞમાં કામ લાગે, પણ મને બીજા કોઈ આ કાર્ય કરી શકે એમ લાગતું નથી, જો આપ મારું આટલું કાર્ય કરી આપો તો લક્ષ્મણજી111 ને હુ ખુશ કરી શકું.
નારદજી ના મનમાં અભિમાન રૂપે રોગ લાગુ તો પડેલોજ હતો, પણ ભગવાન ની વાત સાંભળ111 ને આ રોગ વ્યાપક બનવા લાગ્યો, નારદજી તો છાતી ફુલાવી ને કહેવા લાગ્યા,"અરે ભગવંત આપ આજ્ઞા કરો આપના હરેક કાર્ય કરવા માટે આપનો આ ભક્ત હર હંમેશ તત્પર હોયછે."
ફરીથી ભગવાને નારદજી ને શર્ત યાદ કરાવી કે "નારદજી જો જો હોં એક પણ બિંદુ જમીન પર પડે નહીં."
ફરી નારદજી બોલ્યા "અરે ભગવાન આપ ચિંતા ન કરો, આપ માતાજી ને કહો યજ્ઞની તૈયારી કરે, હું સમય સર આવી પહોંચીશ." અને ખરે ખર નારદજી એક પણ બિંદુ દુધ નીચે પાડ્યા વિના સમય સર પહોંચી ગયા. ભગવાન ખૂબ ખુશ થઈને નારદજી ને મીઠા મીઠા વચનો થી જાણે વધારે ફુલાવવા લાગ્યા. ત્યાર બાદ ધીરેથી વાત છેડી કે નારદજી ખરેખર એક પણ બિંદુ દુધ તમારી જાણ બહાર છલકાયું તો નથી ને? નહીં તો યજ્ઞ સફળ થશે નહીં, અને લક્ષ્મણજી111 નારાજ થઈ જશે, ત્યારે નારદજીએ ખાતરી કરાવી કે ભગવાન મારી નજર બરાબર પાત્ર પર હતી એક પણ બિંદુ પડ્યું નથી. 
નારદજી એ આટલી ચોકસાઈ બતાવી ત્યારે ભગવાને ધીરેથી પૂછ્યું કે તો નારદજી આપે આ પ્રદક્ષિણા ફરતી વેળાએ મારું નામ કેટલી વખત લીધું?
ચતુર નારદજી સમજી ગયા અને ભગવાન ના ચરણોમાં પડી ગયા, ભગવાન કહે નારદજી તમારે ફક્ત એક કટોરા પર નજર રાખવાની હતી, છતાં તમે મારા નામ નો જાપ ભૂલી ગયા, જ્યારે પેલા ખેડૂત ને તો પોતાનો સંસાર ચલાવવાનો હતો, છતાં તે ક્યારેય પણ પોતાના નિયમ નો ભંગ થવા દેતો ન હતો, તો હવે આપજ બોલો મારે મારો મોટો ભક્ત કોને કહેવો? આપને કે પેલા ખેડૂત ને?
નારદજી ક્ષોભ વશ ભગવાન ના ચરણો પકડી ને બોલ્યા કે પ્રભુ માફ કરો હવેથી ક્યારેય પણ મારા હ્રદયમાં અભિમાન ને પ્રવેશ કરવા નહીં દવ.
જય નારાયણ. 
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Saturday, October 13, 2012

ઈડર ના ભક્ત સાંયા જુલા

ઈડર ના ભક્ત સાંયા જુલા
ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી.

  ઈડર શહેર માં સાંયા જુલા નામે એક મહા સંત થઈ ગયા, જે રાજ્ય ના ઉચ્ચ કોટીના રાજ કવી હતા, અને તેમણે નાગ દમન નામે ગ્રન્થ લખ્યો હતો, ભગવાન શ્રી દ્વારકેશ ના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે દ્વારિકા માં આરતી નો સમય થાય ત્યારે ભક્ત દ્વારિકા મંદિર માં એક ખાસ જગ્યા પર ઊભારહી ને અચૂક દર્શન કરતા, અને તેથીજ હર રોજ આવનારા દર્શનાર્થીઓ હર હંમેશ ભક્ત ની ઊભા રહેવાની જગ્યા થી થોડા દૂર ઊભા રહેતા જેથી ભક્ત ને દર્શન કરવા માં ખલેલ ન પડે, પણ આ વાતની જાણ ઈડરમાં કોઈને ન હતી, કારણ કે ઈડરમાં જ્યારે રાજ દરબાર ભરાતો ત્યારે સાંયા જુલા ભક્ત દરબાર માં હાજર રહેતા, તેથી તેમની ટેકની જાણ કોઈને ન હતી.
   એક વખત ભક્ત દ્વારિકા દર્શને પધાર્યા ત્યારે કહેવાય છે કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાન ને રૂબરૂ માં નાગ દમન ગ્રંથ સંભળાવ્યો. પ્રભુ બહુ ખુશ થયા અને ભક્ત ને વર માંગવા કહ્યું, ત્યારે ભક્તે કહ્યું કે પ્રભુ હૂંતો અજાચી ચારણ છું, હું માંગું નહીં, ભગવાન કહે ભક્ત તમે ચારણ છો અને હું રાજા છું, મારે આપવાનો ધર્મ છે અને આપને લેવાનો ધર્મ છે, માટે માંગો, પણ ભક્ત એક ના બે ન થયા અને સમય આવ્યે પ્રભુની રજા લઈને ઈડર પધારી આવ્યા. પણ પ્રભુ ને મનમાં થયું કે આવા ભક્ત ને મેં કંઈ આપ્યું નહીં, તેથી એક સાંઢડી પર સન્માન જનક યોગ્ય પુરસ્કાર ભરીને ઈડર ભક્તના નામે પત્રિકા લખીને મોકલી આપી. આતો પ્રભુની મોકલેલી સાંઢડી, ભક્ત ની ભાળ મેળવી ને તેમના દ્વારે આવી. ભક્તે ચીઠ્ઠિ વાંચી ને ગદ ગદ થઈ ગયા, અને મનો મન પ્રભુ ને વંદન કર્યા.
   એક સમયે હકડા ઠઠ દરબાર ભરાયો છે, સર્વે દરબારીઓ યથા યોગ્ય ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે ભક્ત એકદમ ઊભા થઈને જાણે કૈંક અજુગતું બન્યું હોય તેમ હાથ પછાડતા હોય એમ કરવા લાગ્યા, બધા દરબારીઓ સાથે મહારાજ શ્રી પણ અચરજ પામી ને જોવા લાગ્યા કે સાંયા જુલાજી આ શું કરે છે ? થોડી વાર પછી બધું રાબેતા મુજબ થઈ ગયું, ત્યારે મહારજા એ પૂછ્યું કે ભક્ત આ આપ શું કરતા હતા ? ત્યારે ભક્તે વાત ટાળવાની કોશિશ કરી, પણ આતો રાજ હઠ, જીદ કરી કે ના, આમાં કંઈક મર્મ છે, આપ મને બતાવો, આપના જેવા મહા માનવના વર્તનમાં જરૂર કંઈક છુપાયેલું હોય, ત્યારે ભક્તે કહ્યું કે રાજન આપના આગ્રહ થી મારે કહેવું પડેછે કે હમણાં દ્વારિકામાં આરતીનો સમય થવા આવ્યો હતો, પૂજારી મહારાજ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા, ભગવાન ના વાઘા બદલવા માટે પુજારીજી બાજુના અંતરવાસ માં ભગવાન ના નવા વાઘા લેવા પધારેલા, મૂર્તિ પાસે જે દીવો રાખવામાં આવેછે તેની બાજુમાં અંતર પટ માટે રાખેલો પડદો આ દીવાને સ્પર્શી ગયો, અને પછી ભગવાને પહેરેલા વાઘાને અટકી જતાં તેમાં પણ આગ લાગે એવી સંભવના જોતાં હું એકદમ એ આગ ઓલવતો હતો જેથી પ્રભુ દાઝે નહીં.
આખી સભા સ્તબ્ધ બની ગઈ, આમાં કોઈ શંકા કરવા જેવી વાત ન હતી, કારણ કે આવા સંતો જૂઠું બોલે એતો કોઈ વિચારે જ નહીં, પણ મહારાજાએ એ સમય અને દિવસ નોંધ કરીને બુધ્ધિશાળી લોકો ને ખાત્રી કરવા માટે દ્વારિકા રવાના કર્યા.    
દ્વારિકામાં આવીને રાજાના દૂતોએ મહારાજાએ મોકલેલી ભેટ દ્વારિકાધીશ ના ચરણોમાં ધરી ને પુજારી11જી સાથે ઉપરોક્ત ઘટના વિષે ચર્ચા કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે પૂજારીજી એ કહ્યું કે "હા એ વાત સાચી છે, તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી, પણ સાંયાજીએ લાજ રાખી, જો તેમણે સમય સર વાઘા ઠાર્યા ન હોત તો કદાચ ઠાકોરજી ને પણ આગે દઝાડ્યા હોત."
દૂતો અચરજ પામ્યા અને પૂજારીજી ને કહ્યું કે "ભુદેવ સાંયા જુલાજી તો ઈડર માં રહે છે, અને ત્યાંના રાજ કવી છે, અને આપ જે સમય ની વાત કરો છો ત્યારેતો તેઓ ઈડરમાં રાજ દરબાર માં ઉપસ્થિત હતા તો અહીં વાઘા કેવી રીતે ઠારી શકે ?"  ત્યારે ભુદેવે જવાબ આપ્યો કે "ભાઈ તમારી કંઈક ભૂલ થતી હશે, આ ભક્ત તો દર રોજ આરતીના સમયે અચૂક આજ જગ્યા પર ભગવાન ના દર્શન કરવા હાજર  હોય છે, પણ અમે ક્યારેય તેઓ ક્યાં વસેછે એ બાબત ની ચર્ચા નથી કરી, પરંતુ દર રોજ આરતી ના સમયે અહીં પધારતા હોઈ ને તેઓ આટલાં જ કોઈ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, એમ અમારું માનવું છે. તેથી તમારી ઈડર વાળી વાત અમારી સમજ થી બહાર છે, પણ તમારે ખાતરી કરવી હોય તો આરતી સમયે અહિં હાજર રહેજો બધી વાત નો ખુલાસો થઈ જશે."  
દૂતોએ પણ પૂર્ણ ચકાસણી કરવા માટે ભૂદેવો એ દર્શાવેલી જગ્યાની બાજુ માંજ ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
આરતી નો સમય થયો ત્યાં તો ભક્ત સાંયાજી ભગવાન દ્વારકેશને નમ્ર મસ્તક હાથ જોડીને પોતાના નિયત સ્થાન પર પધાર્યા, આ જોઈને દૂતો તો સ્તબ્ધ બની ગયા, ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા? અમોને વાયુ વેગી અશ્વો પર આવતાં પણ કેટલો બધો સમય લાગ્યો તો ભક્તરાજ દરરોજ અહીં કેવી રીતે પધારી શકે? પણ નજર ની સામે જે દેખાતું હોય તેની અવગણના પણ કેમ થઈ શકે? છતાં પૂર્ણ ખાતરી કરવા દૂતો અમુક દિવસો દ્વારિકા માં રોકાયા અને આરતી ના સમયે મંદિરમાં હાજર રહ્યા, ભક્તરાજ ને દર રોજ આરતીમાં ઉપસ્થિત જોઈને તેઓ પણ ગદ ગદ બનીને ભગવાન ની સાથો સાથ ભક્તના પણ ચરણોમાં આળોટી પડ્યા.
આ હતા રાજસ્થાન ના ગૌરવ સમા મહાન ચારણ સંત સાંયા જુલા.
જય દ્વારિકેશ.  
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Wednesday, October 10, 2012

કહેવાતા કલાકાર.

   કહેવાતા કલાકાર. 
  પહેલાં ના જમાનામાં સંતો મહંતો, ભક્તો કે કોઈ પણ કલાના મહારથીઓ ને રાજ્ય તરફથી સ્વરક્ષણ અને વર્ષાસન મળતું, કોઈ પણ કલા ભક્તિ કે કાવ્ય રચયિતા ની ત્યારે કદર થતી, શબ્દોની સમજ હતી, વિદ્વાનો વચ્ચે તેની ચર્ચાઓ થતી અને એના અર્થો સમજી વિચારી પચાવી ને પછી ગાનારાઓ ગાતા, અને તેથી તાનસેન જેવા મહાન શાસ્ત્રીય સંગીત ગાનારાઓ ને પણ સાંભળનારા સમજી શકતા, અને મહા કવી કાલિદાસ ને પણ સમજવા વાળા હતા, રચયિતા પર વારી જનારા અને દાદ દેનારા આજે નથી એવું નથી, પણ તેમને સમજવા વાળા અને કાવ્ય ના મર્મને સમજનારા ખાસ રહ્યા હોય એવું લાગતું નથી. જેમકે ફિલ્મિ ગીતો છે "ભોર ભયે પનઘટ પે" કે પછી "મોહે પનઘટ પે નંદ લાલ.." આજે આ સાંભળનારા માં કેટલાને આમાં કાન દેખાય છે? આમાં કેવી ઊંચી વાત કવીએ કહી છે? પણ કેટલાને ખબર છે કે આનો રચનારો કોણ છે? મોરારી બાપુની એક મહાનતા છે કે તેઓ જેપણ કવિની રચના ગાય તેના રચયિતાને જરૂર બિરદાવે, અને બાપુ જેવા પણ જેની નોંધ લેતા હોય તો તે કવિતા કે ભજન કઈ કક્ષાનું હશે? ભલે ને તે ફિલ્મિ હોય, સંગીત સાંભળવા વાળાની સંખ્યા આજે ખુબજ વધી છે, મોબાઈલ ની ભુંગળી કાનમાં ભરાવીને ફરતા કે વાહનોમાં વાગતા ગીતો, જેમાં શબ્દો ઓછા સમજાતા હોય, પણ મોટા મોટા અવાજે ઢમા ઢમ થતું હોય, તેમાં ભાન ભૂલી ને અકસ્માત કરતા આજે અઢળક છે, પણ તેમાં સંગીત ની સમજ કે શબ્દોની ઊંડાઈ હોતીજ નથી. 
  આજે કહેવાતા કલાકારો કે ડાયરામાં બીજાની નકલ કરનારા અકલ નું પ્રદર્શન કરી ને અર્થના અનર્થ કરનારા અનેક લોકો ઝભ્ભો અને સાલનો દુપટ્ટો કરીને પોતાને મહાન ગણાવતા કેટલા ગાયકો નારાયણ બાપુની તરજ અને હાર્મોનિયમ ની છટા થી દૂર રહી શકે છે? અરે નારાયણ બાપુએ તો ભજન ગાયકી ને એક એવી જગ્યા પર લાવી દીધી કે આજના કહેવાતા કલાકારો ને રોટલા રળવાનો રસ્તો મળી ગયો, બાકી સમજ નારા સમજે છે કે આ દીવામાં કેટલું તેલ છે.
 એક સત્ય ઘટના કહું તો એક ઉચ્ચ કોટીના રચયિતા એક ટીવી પ્રોગ્રામ માં ભાગ લેવા પધારેલા, ત્યારે કહેવાતા મહાન ગાયક આજ કલાકાર ની રચના ને એમની સામેજ એવીતો કઢંગી રીતે રજૂ કરી કે જો કોઈ બીજો રચયિતા હોત તો કદાચ ત્યારેજ ઊભો થઈ ને ચાલતો થાત, પણ આતો..... એ મર્યાદા ન ચૂકે, શાંત ચિત્ત આખો પ્રોગ્રામ નત મસ્તકે સાંભળતા રહી ને એ ઝેરનો કટોરો પી લીધો, આ છે મહાનતા, આની જગ્યાએ જો કોઈ જોડકા જેવા ગાયનો જોડી ને પોતાને મોટો ગીતકાર સમજનારો હોત તો જરૂર બબાલ કરત, કારણ કે આવા લોકો ને પાછા બે ચાર બોડી ગાર્ડ જેવા ચમચાઓ વાહ વાહ કરવા સાથેજ હોય છે, જે આવા કપરાં સમયે કામ આવે છે. 
  ઈશ્વર ગાનારાઓને જ્ઞાન અને સાંભળનારા ને સમજ આપે એજ અભ્યર્થના સાથ જય માતાજી.     
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Thursday, September 27, 2012

કોને પડી છે ?

કોને પડી છે ?


હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..

વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે.. 

તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગુર્જરી છે..

ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડા સપુતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું,  માં ભોમ ની આજ કોને પડી છે...

બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખુદ તો રળે છે
કરે કૌભાંડ કાળા ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...

કોઈ વરદી માં પારધી કોઈ ઉદ્વડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પડી છે...

ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઈ કમી છે...

નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાંટે છે પડ આજ પુત્રો અમારાં, પાડોશી કેરાં કાં મેવા જમે છે...

મહા બંદર સમંદર કાપડ કમાણી, જઈ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઈ મળે છે...

સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેશી કદી'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઈ અમારે, વાડો જ ખુદ આજ ચીભડાં ગળે છે...

હતી સાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં
મને ભાસે છે એ કોઈ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...

"કેદાર" ગીતા ના ગાનાર આવો,  આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂંઝાણો, કાં લાંચ રિશ્વત માં તું પણ ભાળ્યો છે...

સાર:-એક સમય હતો જ્યારે મારા ગુજરાત ની અવદશા જોઇ ને જીવ બળતો, અનાયાસ પ્રભુને પ્રાર્થના થઈ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે ? જેના પર તેં મથુરા છોડી ને દ્વારિકા માં રાજધાની બનાવી ? કોઈ આકરા સમયે મારાથી એક રચના બની ગઈ હતી, જે આજના દિવસે રજૂ કરવા માંગું છું. કારણ કે આજે ગુજરાત કંઈક અલગજ છે.
જ્યાં માતા રવેચી અને માં આશાપૂરા બિરાજમાન હોય, કોટેશ્વર અને સોમનાથ જેવા સ્થળો માં શિવજી બિરાજમાન હોય, આબુમાં અંબામાં અને રવ માં મા રવેચી, કે ચોટીલામાં મા ચામુંડા બિરાજતી હોય, તેમજ મેકરણ દાદા,નરસિંહ મહેતા,સુદામા જલારામ બાપા અને આપા ગીગા જેવા અનેક સંતો મહંતો આ ધરતી પર જનમ્યા હોય, કે આવી ને વસ્યા હોય, અરે જ્યાં ચેલૈયા જેવા પુત્રો કે જે ભગવાન ને પણ ભોંઠાં પાડતા હોય, અને ગિરનારમાં અલૌકિક વેશ ધારી અઘોરીઓ, અને કહેવાય છે કે નવ ચિરંજીવી જેવાકે [મારા મતે] અશ્વત્થામા,બલિરાજા,વ્યાસજી,હનુમાનજી,વિભીષણ,પરશુરામજી,કૃપાચાર્યજી,નારદજી અને શુકદેવજી જેવા ને પણ લટાર મારવાનું મન થતું હોય, અનેક ધુરંધરો ના ધુણા ધખતા હોય. કેટલા કેટલા નામ ગણાવું ? તો શું આ મા ભોમ પર આપની કૃપા દ્રષ્ટી ઓસરવા લાગી છે કે આજે મારી ગુજરાત નો પ્રભાવ ઘટવા લાગ્યો છે ? એવી એવી ઘણી જ કાકલૂદી બાદ આજે  પ્રભુએ થોડી શાંતિ આપી છે, અહિં પણ કોઈ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો ભ્રષ્ટાચાર નો ભોરિંગ ને કાળીનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઈ જાય.  હું કોઈ પક્ષ કે  પદાધિકારી ની તરફેણ કરવા નથી લખતો, પણ જે મને દેખાય છે તેને કેમ બિરદાવી ન શકું ? આમાં કોઈ એ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી મારી વિનંતી છે...આ ફક્ત મારુંજ મંતવ્ય છે.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Thursday, September 20, 2012

વો ભારત

                      વો ભારત

જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
                               વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
                             અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી,    ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઈ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઈ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઈ અફસર અપની વરદી ઉતારી,  રાધા રૂપ બાનાયા...

કોઈ મહેતાજી ને કરકે દલાલી, નરસિંહ નામ લજાયા
કોઈ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો,  યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ "કેદાર" લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...

સાર:-એક જમાનો હતો કે જ્યારે મારી આ ભારત માતાને વિશ્વ એક ધનાઢ્ય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ કોટી ના મહાન દેશ તરીકે ઓળખતું, દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવતા, અનેક જાતના તેજાના, ફળ ફૂલ, અનાજ અને દ્રવ્યો અહીં ઉત્પન્ન થતાં, અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો હતાં, અરે ઈશ્વરને પણ અહીં અવતાર ધરવા ની ઇચ્છા થતી, અનેક રાજ્યોમાં બટાયેલો આ દેશ હોવા છતાં કોઈ માંઈ નો લાલ મારા ભારત પર ખરાબ નજર કરવાની ચેષ્ટા ન કરી શકતો. પણ આજે ? પારસી લોકો ને પોતાનાં વતન માં જ્યારે પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગ્યું ત્યારે મારા ભારત ને એક નેક, વિશ્વાસ પાત્ર અને સુરક્ષિત માનીને વસવાટ કરવા માટે યોગ્ય ગણી ને અનુમતિ સાથે અહીં વસ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. પણ એક એવી નિમ્ન કોટી ની કોમ પણ આવી જેણે આપણા ભલા ભોળા લોકો ને ભરમાવી, ભટકાવીને આપણા દેશને કોરી ખાધો.  
પછી સમય આવ્યો આઝાદી માટે લડત નો, અનેક લોકોએ શહીદ થઈને, અનેક પ્રકારના બલિદાનો આપીને, જાન માલ ના ભોગે આપણને સ્વતંત્રતા અપાવી, પણ આ ગંદી કોમ યેન કેન પ્રકારે આપણા ભ્રષ્ટ, બેઈમાન અને જેના માટે આપણા શબ્દ કોશમાં કદાચ શબ્દ પણ ન મળે એટલાં અધમ લોકો માં પોતાનો વારસો છોડતા ગયા. આ વારસદારો, કે જેને સત્તા અને ધન ના ઢગલા સિવાય કોઈજ સંબંધ નથી,-કોઈ પણ ભોગે,- હાજી કોઈ ના પણ ભોગે સત્તા પર ટકી રહીને વ્યભિચાર,આતંક અને દુરાચાર આચરતા આ લોકો સામે મુઠ્ઠીભર યોગ્ય લોકો અ સહાય બની ને રહી જાય છે, જે ના પાપે આજે આપણે અનેક પ્રકાર ના કષ્ટો ભોગવી રહ્યાં છીએ, ત્યારે અમારા જેવા લોકો થી આવા કાવ્યો ન રચાય તો જ નવાઈ કહેવાય.
પણ હજુ સમય છે, આપણા પાસે મત આપવા જેવો રામ બાણ ઇલાજ છે, માટે મારી સર્વે લોકોને એકજ વિનંતી છે કે કોઈ પણ લાલચ માં આવ્યા વિના જો યોગ્ય વ્યક્તિને મત આપીને નેતગીરી સોંપશો તો ભારત માતાનો સુવર્ણ યુગ લાવવો અશક્ય નથી, પણ જો કોઈ પણ પ્રકાર ના પ્રલોભન માં આવીને મત દાન કરશો તો તમો તો કદાચ કોઈ સુવિધા ભોગવશો, પણ બાકીના આપના દેશ બાંધવોના જીવન ભર દોષી રહેશો.  
જય ભારત.    
 

માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Wednesday, September 19, 2012

વો કલરવ કહાં ગયા?

      વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

નીંદ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  છુપા છૂપી સબ છુટા
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
"કેદાર" કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

સાર:-વહેલી સવારે મોર્નિંગ વોક પર જતાં એક વિદ્યામંદિર ની પાસેથી પસાર થતી વેળાએ મેં જોયું તો નાના નાના ભુલકાઓ માલ વાહક ગધેડાઓ ની માફક પુસ્તકો ઠાંસી ઠાંસી દફતર નો ભાર ઊપાડી ને ભણવા જઈ રહ્યા હતા, અમારા જેવા ચાલવા જનારાઓ સિવાય હજુતો મોટા ભાગે લોકો પથારીમાં જ પડ્યા હશે, ત્યારે આ ભુલકાઓ ને જોતાં મને ખૂબ દુખ થયું કે કેવી ભણતર ની પધ્ધતિ આવી છે કે જે બાળકો નું બાળપણ છીનવી રહી છે. 
એક જમાનો હતો, સવાર ના પહોરમાં જ્યારે પક્ષીઓ જાડ ની ડાળીઓ પર કિલકારી કરતાં, બાળકો શેરી ગલીઓમાં ભેળા મળી ને ગિલ્લી ડંડા કે લખોટી જેવી રમતો કે આંધરો પાટો જેવી રમતો રમતા, ત્યારે તેમને યોગા કે કસરત અલગ થી કરવાની જરૂર ન પડતી, કે કોઈ યોગ ગુરુ ની પણ શિબિર ભરવા જવું ન પડતું, કે કોઈ જિમ માં જઈને શરીર ને સુદ્દઢ બનાવવા સમય કાઢી ને નાણા ખરચવા ન પડતા.
જ્યારે આજે ? ઓવર લોડેડ વાહનો માં જેમ ઠાંસી ઠાંસીને માલ ભરાય છે તેમ રિક્ષા ઓ કે અન્ય વાહનો માં બાળકો ને ભરીને વહન કરાય છે. અને એની માસૂમિયત જે વિષય ની તેને કદાચ ક્યારેય પણ જરૂર પડવાની નથી તેવા અનેક ફાલતુ વિષયો ના બોજ નીચે કચડાઈ ગઈ છે. જેને ડૉક્ટર કે વૈજ્ઞાનીક બનવું હોય તેને બળવાની તારીખો યાદ કરી ને સમય વેડફવો શા કામનો ? એના બદલે એટલો સમય પોતાના જોઇતા વિષયો ભણવામાં વિતાવે તો તે વધારે સારું પરિણામ લાવી શકે, અને ઉચ્ચ કોટી નો ડૉક્ટર કે વૈજ્ઞાનીક બની શકે. એજ રીતે જો દરેક જોઈતાજ વિષયો ભણાવાય તો મારા ભારતીય બાળકોને વિદેશ માં કહેવાતી ઉચ્ચ શિક્ષા લેવા જવું ન પડે, પણ વિદેશીઓ અહીં ભણવા આવે અને ઈશ્વરની આ બચપણ રૂપી ભેટ ને યંત્ર ન બનાવતાં એવી રીતે કેળવવી જોઈએ કે ક્યારેય કોઈ ને પસ્તાવાનો વારો ન આવે કે "વો કલરવ કહાં ગયા?"   
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Friday, September 14, 2012

આજીજી

આજીજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભગવન્ ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર, મીઠી નજરું ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..

કરું પ્રાર્થના નિત દિલથી તમારી, સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્, વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી, ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કરું ગાન ત્યારે મન તારામાં લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
છે "કેદાર" કેરી એક વિનતિ અવિનાશી, સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..

સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ
જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની
સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી
લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા
હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો મને ખબર જ
છે, તેથી મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ
મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું,
શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર
ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના.
જય માતાજી.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Wednesday, September 12, 2012

ડેરો

ડેરો

ફંદે ફસાયો હો પડ્યો ડેરો છે ડોક માં, મોહ માયા નો હો પડ્યો ડેરો
છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ, ખોટું લીધા વિના ખરચો કઢાય નહિ
નાણું ભેગું
થાય નહિ હો...

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા, આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે
મોટા
આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે, જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને
છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી, સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં
જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે, હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી
વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે, કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો
ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે ખોટી, શાસ્ત્ર વેદ મંત્ર
બધાં વાતો કરે મોટી

ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ
બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે, તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે-
પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે, જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ -
તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ
આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો, "કેદાર" કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી
તરાય નહિ હો...

સાર-ભજન, ગરબા જેવી રચનાઓ કરતાં કરતાં ક્યારેક આજના સંજોગો જોતાં
જોતાં,અને આજના ઘણા સ્વાર્થી લોકોના વર્તન જોતાં જોતાં ક્યારેક એવી પણ
રચનાઓ બની જાય છે જે ભજન કે ગરબા થી અલગ જ છાપ છોડે છે. જેમકે શ્રી
મેઘાણી ભાઇએ પણ ચીલો ચાતરીને લખ્યું છે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન
વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત
ગમે"

પ.પુ.બ્ર. નારાયણ સ્વામી ભજન ની શરૂઆત કરતાં પહેલાં ઘણી વખત એક માળા
ગવરાવતાં, જેના શબ્દો હતાં -"ગુરુજી ના નામ ની હો માળા છે ડોક મા". પછી
ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહિ, ખોટું લેવાય નહિ હો ..વગેરે વગેરે.. પણ
મને થાય છે કે આજના આ યુગમાં મોટા ભાગે માનવી એટલો બધો સ્વાર્થી થઈ ગયો
છે કે એ બધા નિયમો પાળવાની વાત તો જવાદો, ઊલટો અલગજ વિચાર ધારા ધરાવતો થઈ
ગયો છે. જોકે છેલ્લે કોઈ કોઈ ને પસ્તાવો થતો પણ હશે, પણ ત્યારે ઘણું
મોડું થઈ જાય છે. આજનો મોટા ભાગ નો માનવ માને છે કે આ બધા નિયમો તો
સતયુગમાં પાળવા માટેના હતા, અત્યારે આ બધું ન ચાલે, આજે ડોક માં માળા
નહિં પણ મોહ માયાનો ડેરો પડ્યો છે, અને તેથી એના ફંદામાં માનવ (બધા નહિં,
અમુક લાલચુ,લોભી, કામી અને કપટી)એવો ફસાયો છે કે બીજું કશું વિચારબી જ
સકતો નથી, તે માને છે કે ખોટું કર્યા વિના આ મોંઘવારી માં નિર્વાહ ચાલેજ
નહીં, દેવ દર્શન,ભજન,દાન પુણ્ય કરવાનો હજુ વખત નથી થયો, એતો નિવૃત થયા
પછીજ કરાય, અને ભૂખ્યા દુખિયાને ઈશ્વર સાંચવી લે, આપણે ઈશ્વરના કાર્યમાં
વચ્ચે ન પડાય, અને શાસ્ત્રો અને વેદો માં જે સ્વર્ગ કે નરકની વાતો થાયછે
તે કોને પ્રમાણિત કર્યું છે? આજનું ભૌતિક સુખ મળે એજ સ્વર્ગ, માટે કોઈ પણ
રીતે ધન મેળવો અને સંઘરો, ધન હશે તો તમને બધાંજ સુખ મળી રહેશે, અને લોકો
તમારી પાંસે દોડતા આવશે.
આવા ભ્રમ માં રચતો માનવ જ્યારે બુઢાપો આવે અને શરીર ઘટે, અંગો મગજનો હુકમ
માનવાની ના પાડે, નજર ની બારી બંધ થવા લાગે, ત્યારે ખ્યાલ આવે કે હવે તો
બહુ મોડું થઈ ગયું, પણ જો પ્રભુ એક મોકો માનવ જન્મ નો આપે તો એવું જીવન
વ્યતિત કરું કે સિદ્ધો જ મોક્ષનો માર્ગ મળી જાય.
કદાચ ઈશ્વર દયા કરે અને માનવ બનાવે, તો પાછો આ જીવ એજ માયામાં ફસાઈ ને
અથડાતો રહે છે.
આતો બધી ઊપર વાળાની ચોપાટ છે. બસ એના પર બાજી છોડીદો, જેમ રમાડે તેમ
રમ્યા કરો, જય માતાજી.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Tuesday, September 11, 2012

ડોશી શાસ્ત્ર

ડોશી શાસ્ત્ર

આજે અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે
મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે,
બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને
નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી
શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક
પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે
જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને
યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે
તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ
ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો પર્ફ્યૂમ નો
છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા વસ્ત્રો પહેરાવે
છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર
ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી
દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને
સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે
છે. મોટા ભગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ હોય છે.

દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ પોષણ પામે છે, જ્યારે શરીર
માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય
છે, તેથી તે બધા આ શરીરમાંથી નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી
શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના
છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, જેથી એ બધા જંતુઓ એ છાણમાં ચોટી
જાય છે અને હવામાં ફેલાતા નથી, છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો કેજે ખરેખર
તો આ જીવો માટે ઝેરી છે, અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ
અસંખ્ય જીવો આટલાંથી ન મરે તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં
વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે વસ્ત્રનું આવરણ ઓઢાડીને અગ્નિ દાહ
આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને
દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે
જેથી કોઈ પણ પ્રકારનું પ્રદુષણ એ દેહ થકી થતું ટળે છે. જે લોકો શ્મશાન
માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે
કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી
ગણવામાં આવ્યું છે.

મારા મતે પહેલાના જમાનામાં એવ કોઈ સાધનો નહાતા કે ટી વી જેવી સુવિધા ન
હતી, તેથી આવી બધી સમજણ કદાચ આપી શકાતી નહીં હોય તેથી ધર્મ કે ડોશી
શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને ફરજિયાત અમલમાં મુકાતા.

શું હજુ આપણે આને ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું
તે આપે નક્કી કરવાનું છે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Tuesday, August 21, 2012

મોરલી વાળા

મોરલી વાળા

આવો હવે મોરલી વાળા, સં ભવામી વચન વાળા
ભૂમી ભારત ઉગારો,
આવો ગિરિધારી આવો...
રાવણ તેદિ' એક જનમ્યો'તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર
વિભીષણ એક ન ભાળું,
જામ્યું બધે પાપ નું જાળું..
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત. આજ ન જીજાબાઇ જણાતી,
નથી શૂરો કોઈ તાત
ભીડૂં જે
ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે...
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ. ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
લૂંટે છે
ગરીબ ની મૂડી, રાખે નિતી કુડી કુડી...
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ. નાટક ચેટક નખરા જોતાં,
આજના મા ને બાપ
તમાકુ ની
ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત. નારી દેખી નર સીટીઓ મારે,
દુર્યોધન ના ભ્રાત
સીતાની
શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી..
લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન. લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન
આંખે
આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું..
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ. ખેતર વચ્ચે ચાડિયો
ચોંટ્યો, એવો લાગે છે મેળ
ભૂમિ ભારત
ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ. પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
ભારત ની
ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ. આજ મુનિજન એવા હશે ક્યાં,
રિઝાવી લે મહારાજ
ઊતારે
રામ ને હેઠો, જોવે છે ત્યાં બેઠો બેઠો..
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર. આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર

રહે શું માતમ તારું, લાગે તને કલંક કાળું..
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત. વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત

ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય. આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય
કાંતો
અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો...
દીન "કેદાર"ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ. પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ
પછી અવતાર
જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે...
સાર:-એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક
ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે ભારત માં
રહેનાર ભારતીય કહેવરાવવા નું પણ શરમ જનક માનવા લાગ્યા, કારણ કે અમુક લોકો
એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી. રાવણે સીતાજી નું હરણ
કરેલું, પણ તેમને અશોક વટિકા માં રાખેલા, પોતાના મહેલ માં લઈ જવાની કોઈ
કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો.
આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને
અપમાનિત ન કરી શકાય.

જીજાબાઈ જેવી માતા હોય તેને પેટ શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને?
જેણે શિવાજી પેટમાં હતા ત્યારથીજ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ
પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને મા ના પેટમાં ગર્ભ
હોય ત્યાર થીજ તેને સમજણ આપી શકાય છે, તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી
બતાવ્યું છે. જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે
સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને
તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા
કેમ રાખવી? આવ વાતાવરણમાં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે, પછી
ભારત માં ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય
ને? જોકે અમુક સંતો મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ
આવવાની આશા રાખી શકાય ખરી. કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને
આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતની ભાળ મેળવીએ કે જે ઊપર
બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની
દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો
તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં
મુશ્કેલી પડશે, અને પ્રભુ હવેતો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી
પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને
ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ
હવે અવતાર ક્યાં ધરશો, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં
ગોતવા જશો? માટે હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના
માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.
જય જગદીશ્વર.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી
ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
આ રચના આપ મારાજ શ્વરમાં મારા બ્લોગ kedarsinhjim.blogspot.com પર માણી
શકસો, જે એક કવી સંમેલનમાં મેં રજુ કરી હતી.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com

Saturday, August 18, 2012

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે
સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ
નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ
ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા
માં, કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો
દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો, ભજન નો ભેખ પહેરી ને, લગાવે
નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી
જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો, રહે ના જન્મ ના ફેરા, સફળ
અવતાર એ કીધો
"કેદાર" આવા કરમી
જન તો, તારીદે સઘળી નાત ને...

સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે
છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો
ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ
મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા
જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા
માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે
ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ
ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણેજ ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ
પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે
સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે
જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય
કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં
મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ
બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને
બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મલ્યો. પ્રભુએ
બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર
સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે એવું વચન આપ્યું. પહેલાં
તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ
વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી
ધર્મરૂચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને
સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો.
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર
માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળેછે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી
જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજનાજ હોય એવું નથી લાગતું?
પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને
રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેનેતો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે
ની બધા ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે?
-
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી
માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું
પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ
માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો
માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો
પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ
ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા
સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવાલાગ્યા
છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.

માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Monday, August 13, 2012

મારો શિવ

મારો શિવ

જગત દતા જટા ધારી, મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોળા ભંડારી, મને તું મારો લાગે છે...

વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઈ બેઠાં
કમળ નાભિ વસે બ્રહ્મા, શ્મશાને વાસ તારો છે..

કરે ઉચ્ચાર મંત્રો ના, કરે તપ પામવા ઈશ્વર
શરીરે રાફડા ખડકે, છતાં ક્યાં પાર પામે છે..

ભલે હો રંક કે રાજા, ભલે હો ચોર સિપાઈ
ભજે પલ ચાર જો ભાવે, પ્રસન્ન થઈ દાન આપે છે..

જીવન ભર ના કરે પૂજા, ઉમર ભર ઈશ ના ભજતો
છતાં એ અંત કાળે તું, મસાણે સ્થાન આપે છે..

સમય હો આખરી મારો, મુકામે પહોંચવા આવું
કરે "કેદાર" તું સ્વાગત, અરજ બસ એક રાખે છે..

સાર:-ઈશ્વર ની બનાવેલી વ્યવસ્થા માં બ્રહ્મા સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ
પાલન કરે છે અને મહાદેવ શિવ સંહાર કરે છે. અને આ ત્રણે કાર્ય અનિવાર્ય
છે, પણ આપણને સહજ શિવજી નું કાર્ય ગમે નહીં, કારણ કે બ્રહ્માજીએ આપણને
બનાવ્યા પછી કદાચ વિષ્ણુ ભગવાન રૂઠે અને પોષણ કરવામાં વિલંબ કરે તો પણ
થોડા દિવસો ભૂખ્યા તરસ્યા કાઢી શકાય, પણ શિવજીનું કાર્ય એવું છે કે એક પળ
માટે પણ વિલંબ ન કરે, તેથી આપણને શિવજી બીજા દેવો કરતાં જરા ઓછા ગમે તે
સહજ છે, પણ છતાં લોકો શિવજીને વધારે માં વધારે પૂજે છે. એમાં પણ શ્રાવણ
અને પુરુષોત્તમ માસ એટલે જાણે સતત શિવ સાધના માટે ના માસ. બીજા કોઈ દેવો
માટે આવા કોઈ ખાસ મહિનાઓ છે નહીં.
છતાં પણ ધર્મમાં વ્રતી રાખનાર દરેક માનવી શિવને પોતાથી વધારે નજીક માને
છે, વિષ્ણુ ભગવાન નું સ્થાન વૈકુંઠ છે, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ની નાભી
માંથી જે કમળ પ્રગટ થયું છે તેના પર બિરાજમાન છે, બાકીના બધા દેવો આકાશ
માં ઈંદ્ર લોક માં વસે છે, જ્યાં પહોંચવું મુશ્કેલ છે, જ્યારે શિવ? શિવજી
મહારાજ તો આપણા આખરી મુકામ શ્મશાન માં બિરાજમાન છે, તેથી તે આપણને પોતાના
વતની અને આપણા પોતાના લાગે છે, અને પહેલો સગો પાડોશી ના નાતે લાગે છે કે
આટલાં નજદીક હોવાથી બોલાવવા ની સાથેજ હાજર થઈ જશે, તેથી પ્યારા પણ લાગે
છે.
બીજા દેવોને પામવા માટે તપ કરવું પડે, મંત્ર જાપ કરવા પડે, અરે ઘણા
તપસ્વીઓ એ તો શરીર પર રાફડા બની જાય ત્યાં સુધી સાધના કરવા છતાં પણ પામી
ન શક્યા હોય એવું પણ બને છે, પણ શિવ ? એક ઉદાહરણ સાંભળેલું કે, એક ચોર
ચોરી કરવા નીકળેલો, ખૂબ મહેનત કરવા છતાં કંઈ હાથ ન લાગ્યું, છેવટે થાકી
હારીને રસ્તામાં આવતા એક અવાવરુ શિવ મંદિર માં થાક ઊતારવા બેઠો, ત્યાં
શિવજી ની લિંગ પર લટકતી ગળતી (જલાધારી) જોઈને વિચાર્યું કે ખાલી હાથે જવા
કરતાં આ ગળતી ચોરી લવ તો કંઈક તો મળશે? પણ ગળતી થોડી વધારે ઊંચાઈ પર હતી,
તેથી તેનો હાથ ત્યાં પહોંચી શક્યો નહીં, તેથી તે ચોર ભગવાન શિવ ની લીંગ
પર ચડી ગયો, ચોર માટે એ લિંગ તો એક સાધન માત્ર હતું તેથી તેણે જોડા પણ
કાઢવાની જરૂર લાગી નહીં, પણ જેવો ચોર લિંગ પર ચડ્યો કે તુરંત ભગવાન શિવજી
પ્રગટ થયા અને કહે "માંગ માંગ શું આપું?" ચોરતો આ દ્ગશ્ય જોઈ ને બેભાન થઈ
ગયો, પણ નારદ મુનિ પ્રગટ થઈ ને શિવજી ને પૂછવા લાગ્યા, "અરે પ્રભુ આ શું?
સાધકો કેવી કેવી સાધનાઓ કરે છે છતાં આપ આટલી જલદી દર્શન આપતા નથી અને આ?"
ત્યારે શિવજી કહે "નારદ, કોઈ મને જલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ વળી
પોતાની અતિ મૂલ્યવાન ભેટ ચડાવે, આજ સુધી મારી પૂજામાં રાવણે પોતાના દશ
શીશ ચડાવ્યા છે જેનાથી વધારે કોઈ મૂલ્યવાન ભેટ મને ચડાવી નથી, પણ આ ચોર
તો આખે આખો, અને તે પણ જોડા સહિત મારા પર ચડી ગયો, તેના માટે તો મારે
પ્રગટ થવુંજ પડે ને?" આ છે મારા ભોળાનું ભોળપણ, કેમ મારો ન લાગે? કોઈ જીવ
જીવનભર કોઈ ભક્તિ નકરે, કોઈ પણ સદ-કાર્ય ન કર્યું હોય, અરે ભલે અધમ કર્મો
કરી ને રાક્ષસો જેવું જીવન જીવ્યો હોય, પણ તેના મ્રુત્યુ પછી જ્યારે
શ્મશાને લઈ જવામાં આવે ત્યારે મારો ભોળો નાથ સહર્ષ તેને સ્વીકારી ને
સ્મશાન માં સ્થાન આપે છે, કોઈ હિસાબ નથી પૂછતો.
હે ભોળા નાથ મારી પણ આપને એકજ વિનંતી છે કે જ્યારે મને આપના શરણ માં મારા
ડાઘુઓ લાવશે ત્યારે કદાચ મને બોલવાનો મોકો નહીં મળે, તો અત્યારથીજ એક અરજ
કરું કે ત્યારે પ્રભુ મને સહર્ષ સ્વીકારી લેજો અને મારા પણ હિસાબો ન
માંગતા.
જય ભોળે નાથ.
માન્યવર,
મારા થકી અહીં જે કંઈ લખાય છે તે ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે
તેટલુંજ લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ
ને કોઈ કાર્ય કે માન્યતા સ્વીકારવી નહીં.

જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય તો આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ
કે ફેસ બુકના મિત્રોને જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને
Coment મોકલવા પણ મારા વતી વિનંતી કરજો, જેથી મને મારી ભૂલો અને
પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Sunday, August 12, 2012

શિવ ની સમાધિ

શિવ ની સમાધિ

મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે
દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે...

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઈ, નવખંડ નમનું કરે...

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે...

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે...

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
"કેદાર" કહે ના ધરી છે સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..

સાર:-મારા મકાનની સામે જે ભાઈનું મકાન છે, તેમણે ભગવાન શ્રી શિવની સમાધિ
અવસ્થામાં બેઠેલા ભોળાની સુંદર છબી લગાવી છે, મારા મકાનમાંથી નીકળતાંજ
મારી નજર તેના પર જાય અને હું આનંદ વિભોર બની જાઉં, ભોળાની એ મુખ મુદ્રા
જોઈને મને આ ભજન બનાવવાની પ્રેરણા થઈ અને આ રચના બની ગઈ, મને એ વિચાર
આવતો કે આ દેવાધી દેવ મહાદેવ કોના ધ્યાન માં બેઠાં હશે ? એ કોની સમાધિ
ધરતા હશે ? એમનાથી મોટું તો કોઈ છે નહિ ?

એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેને
મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમે બે અને ત્રીજા શિવ, આ ત્રણ દેવોમાં
મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ
વિસાત માં ?) મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં
એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર
આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં
આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને
દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ
લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો
શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે
ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં
શિવજી પ્રગટ થયા અને બન્નેનો મોટું કોણ ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ
તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને
ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર
જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં
બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.

એક પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે ખોટું છે.) જે
ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન,
જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર
રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે, દેખાવ હાથી જેવો પણ
વાહન માં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો,
રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.

બીજા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો
વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય
ના સેના પતી, એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની
પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી
કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા
પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા.
તેથી માતાએ તેમને પરણાવ્યા. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને
પરણેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં
એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો
નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી
રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની
વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી
સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને
કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે
નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની
ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ
બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે.
નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી
વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે
ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય
કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને
કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.
અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક
જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા
હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ
કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે
કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત
સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.
શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય,
અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું
કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ'સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે
કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે
ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન
ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ
ધ્યાન એ રાખે છે.
જય ભોળા નાથ.

માન્યવર,
મારા થકી અહીં જે કંઈ લખાય છે તે ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે
તેટલુંજ લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ
ને કોઈ કાર્ય કે માન્યતા સ્વીકારવી નહીં.

જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય તો આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ
કે ફેસ બુકના મિત્રોને જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને
Coment મોકલવા પણ મારા વતી વિનંતી કરજો, જેથી મને મારી ભૂલો અને
પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.

રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Friday, August 10, 2012

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ, પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ
અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ
પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે,
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે
ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે,
એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના
વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ
વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને
યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે
લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન
નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન
સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે
એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા
સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન
સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી,
મુચકુંદ રાજાએ ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી
કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે
હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભગવું પણ પડેલું, અને તેથી તેઓ
રણછોડ કહેવાયા.
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની
ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે
પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી
શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ
રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન
કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.
રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Wednesday, August 8, 2012

પીર ભ્રમણ કરવા ગયા છે.

પીર ભ્રમણ કરવા ગયા છે.
એક ફકીર જેવો વેશ ધારણ કરેલો શખ્સ ઘેર ઘેર માંગી ને પોતાનું પેટ ભરતો
હતો, તેને કોઈ એક શખ્સે કહ્યું ભાઈ, આમ ભટકતા ભટકતા જીવન કેમ જાશે? કોઈ
કામ ધંધો કર નહિતો ભૂખે મરવાનો વારો આવશે. ફકીરને પણ લાગ્યું કે વાત તો
સચી છે, કંઈક જરૂર કરવું પડશે, એમ વિચાર કરતો આગળ ચાલવા લાગ્યો. રસ્તામાં
એક દરગાહ જેવું ખંડેર જોઈને ત્યાં બેસીને હવે શું કરવું એ વિચારવા
લાગ્યો. એ ખંઢેરમાં એક ભૂત રહે, તેને થયું આ માણસ મારી જગ્યા પચાવી પાડશે
અને મારી શાંતિનો ભંગ કરશે, તેથી તે એ ફકીરને ડરાવવા ના અનેક પ્રયત્નો
કરવા લાગ્યો, પણ ફકીર કોઈ રીતે ડર્યો નહીં ત્યારે ભૂત તેની સામે પ્રગટ
થઈને કહેવા લાગ્યો કે ભાઈ તું કોણ છો? અને મારાથી ડરતો કેમ નથી? ફકીરે
કહ્યું હું આ સંસારથી કંટાળી ગયો છું, જને તો આ જીવનથી છુટકારો જોઈએ છીએ,
જે પોત જ મોત ઇચ્છતો હોય તેને બીક શાની? તું તારે જે કરવું હોય તે કર,
હું તો થાક્યો છું તેથી આરામ કરીશ, આ જગ્યા મને ગમી છે, તેથી હવે તો
અહિંજ રહી જવા વિચારી લીધું છે.
ભૂત હતો હોશિયાર, એણે એક રસ્તો બતાવ્યો, કે જો તારું અને મારું બન્નેનું
કામ થઈ રહે એવું કરીએ, આ જગ્યા સાફસૂફ કરીને તું જાહેર કરીદે કે મને અહીં
પીર બાબા સાક્ષાત્ પ્રગટ થઈને આ જગ્યાની સેવા ચાકરી કરવાનું કહી ગયા છે,
તેથી તને અહીંથી કોઈ હટાવશે નહીં, હું તો ભૂત છુંજ, મારી શક્તિના ઉપયોગ
થી તને ચમત્કાર કરવામાં મદદ કરીશ, બોલ છે કબૂલ?
ફકીરને તો એટલુંજ જોઈતું હતું, એ જગ્યા સાફસૂફ કરીને લાગ્યો રહેવા. ધીરે
ધીરે આજુ બાજુ વાત માંડી ફેલાવા કે કોઈ ચમત્કારી બાબા આવ્યા છે અને ભૂત
ભવિષ્ય જાણે છે. માનવ માત્ર લાલચુ તો છે જ, માંડી કતારો લાગવા, લોભી હોય
ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ન્યાએ ફકીર ની જાહો જલાલી વધવા લાગી,પીર બાબા
માટે અનેક ચડાવા ચડવા લાગ્યા, અને ધન ના ઢગલા થવા લાગ્યા. આખા પરગણા માં
પીર અને આ ફકીરની સેવા કરવા માણસો તત્પર રહેવા લાગ્યા.
એક દિવસ પેલો ભૂત ફકીરને કહેવા લાગ્યો કે ભાઈ, મેં તારી ખૂબ મદદ કરી,
મારા નામે તું ખૂબ કમાયો, એમાંથી હવે મને મોક્ષ મળે એવો કોઈ ઉપાય કરીને
મને આ યોની માંથી છોડાવ.
ફકીરે કહ્યું અરે ગાંડા તારી મદદ અને તારા ચમત્કારને લીધે તો આ બધું શક્ય
બન્યું છે, હવે તને હું જવા દેતો હોઈશ? માટે આરામ થી અહીં રહે અને મને
મદદ કરતો રહે.
ભૂત સમજી ગયો કે મેં આ સ્વાર્થી ને મદદ કરીને મોટી ભૂલ કરી છે, તેથી તેણે
ફકીરને કહ્યું કે તેં મને દગો દીધો છે, હવે હું તને મદદ કરવાનો નથી, મારા
નામે ચાલતું તારું નાટક હવે કેમ ચાલે છે તે હું જોઈશ. હું મારી શક્તિ નો
ઉપયોગ અત્યાર સુધી તારા ચમત્કાર સર્જવામાં કરતો તે હવે લોકોને તારી પોલ
ખોલવા માં વાપરીને તને બરબાદ કરી નાંખીશ.
બન્ને વચ્ચે ખૂબ જગડો થયો, પણ પેલો ફકીર ચાલાક નીકળ્યો, તેણે ભૂતને કહી
દીધું કે હવે મને તારી કોઈજ જરૂર નથી, બીજે દિવસે તેણે સર્વે લોકો ને
બોલાવી ને જાહેરાત કરી કે આજે રાત્રે પીર બાબા આવીને મને કહેવા લાગ્યા કે
"મારે દેશા રટણ કરવા જવું છે, પણ આ જગ્યા પર એક ભૂત નજર રાખીને બેઠો છે,
મારી હાજરીમાં તો એ તને કંઈ કરી શકતો નથી પણ મારા ગયા પછી તને હેરાન કરશે
એ બીક છે, માટે તું બાજુ ના ગામમાં એક તાંત્રિક રહે છે, તેને બોલાવીને આ
ભૂતનું નિવારણ કરીને તેનાથી સદાય છુટકારો મેળવી લેજે." તમે સર્વે લોકો
મારા સેવકો છો તેથી હું તમને કોઈ હાની થવા નહીં દવ, તમારે કોઈ ભૂત થી
ડરવાની જરૂર નથી, જો તે તમને દેખાય તો મારા નામના પોકાર કરવા લાગજો, એટલે
એ મારાથી ડરી ને જતો રહેશે. અને બિજું હમણા પીર બાબા હાજર નહીં હોય તેથી
જેણે બાધા આખડી કરી હોય કે કરવાની હોય તેણે નિરાશ થવાની જરૂર નથી, તમારો
ચડાવો નિયમિત અહિં ચડાવતા રહેજો બાબા પધારશે ત્યારે ક્રમ મુજબ બધાની
માનતા પુરી કરશે, માટે કોઈ આ ક્રમ છોડશો નહીં, નહીંતર તમારો નંબર જલદી
આવશે નહીં.
ભુતે તેનાથી બનતા બધાય પ્રયત્નો કર્યા પણ ફકીરને કોઈ નુકસાન કરી ન શક્યો,
ફકીરે લોકોને એવા ભ્રમિત કરેલા કે તેઓ આ પાખંડીના પાખંડને સમજી ન શક્યા
અને છેતરાતા રહ્યા. મજબૂર બનીને ભૂત પણ ફકીરની મદદ કરતો રહ્યો, અને જે
ભૂતને પણ મજબૂર બનાવી શકતો હોય તેની સામે લાલચુ કે ભોળા મનવ શી વિસાતમાં?
ફકીરને હવે અઢળક ધન કમાયા પછી ભૂતના પરચાની ખાસ જરૂર ન હતી, જીવ્યો ત્યાં
સુધી આરામ થી રહ્યો, પછી ઊપર શું થયું હશે તે તો ઉપરવાળો જાણે.
આતો કંઈક સાંભળેલું અને કંઈક જોડેલું છે, પણ ભારત માં આવા પાખંડી બાકાઓ
નો અત્યારે રાફડો ફાટ્યો છે, રોજ ટી.વી. ચાલુ કરો ત્યાં નવા નવા બાબાઓ ના
ચિત્ર વિચિત્ર તેમજ સજી ધજી ને બેઠેલા અને વાહિયાત વાતો કરી ને ભોળા સાથે
લાલચુ લોકોને ઠગતા નરાધમો નજરે પડે, આપણું સુરક્ષા તંત્ર પણ કેવું છે?
જ્યાં સુધી કોઈ ફરિયાદ ન કરે ત્યાં સુધી આવા ઠગોને કોઈ રોક ટોક વિના
લોકોને ઠગવાદે, અને જ્યારે કોઈ પગલાં ભરે ત્યાં સુધીમાંતો આવા ઠગો એટલાં
ધનાઢ્ય બની બેસે કે પોતાના કરતૂત છુપાવવા માટે સફેદ ઠગોને લાલચ આપીને
પોતાનું કાર્ય આસનીથી ચલાવતા રહે. આવા બધા પાખંડીઓ ના પ્રતાપે સાચા સંતો
અને ભક્તો ને પણ આપણે ખોટી રીતે જોવા લાગીએ છીએ.
આજના જમાનામાં ટી.વી. અને સમાચાર પત્રો જેવા માધ્યમો મારફતે કેવા કેવા
કિસ્સાઓ બહાર આવતા હોય છે, કેટલી કેટલી સમજ આપવામાં આવે છે, છતાં લોકો
કેમ ભરમાય જાય છે ? કઈ હદ સુધી માનવીની લાલચ તેને ખોટાં કામ કરવા પ્રેરે
છે? નથી લાગતું આપણે હજુ ઘણું બધું શીખવા નું અને શીખવવાનું બાકી છે ?
ઈશ્વર સૌને સદ્બુદ્ધિ આપે એજ અભ્યર્થના.
kedarsinhjim@gmail.com

Sunday, August 5, 2012

શીદ ને ફૂલાય

શીદ ને ફૂલાય

શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે. પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

આપી છે વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે. ભસતો ફરે છે ભાષણો, જગને
ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે. કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, મુરખા મજા કરે. ધનવાનો ના ધામ માં, ક્યાંક
નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે. પણ-કહેવું પડે છે માનવી ને,
કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ? પણ તેને-બનવું પડે છે
માનવી, ત્યારે નડ્યા કરે..

આપ્યું અધિક છે ઈશ તેં, આ દીન પર દયા કરી. તો "કેદાર" કેરી કામના, તને
પલ પલ ભજ્યા કરે..


સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે
સાથે એટલું બધું આપ્યું છે કે જેનો
આપણને ખ્યાલ પણ નથી આવતો. અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે
તેની કિંમત સમજાતી નથી.

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે
માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં
મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં
કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં ઊણો
ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે
જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન
કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે
છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી
છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને
તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના
દુઃખોથી પીડા ભોગવે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં નિર્ધન લોકો સુખ
સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જળમાં રહેનાર,
જમીન પર રહેનાર અને આંકશ માં રહેનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે
દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા
અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે
વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર
ફક્ત માનવ રૂપે જ ધર્યો છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ
વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક
કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા
કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.

રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Thursday, August 2, 2012

માળા જપી લે

માળા જપી લે
ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...જેવો

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
હરિ વિના કોણ ઉતારે ગઠડી
તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને. અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..

આરે સંસાર કેરું, સુખ નથી સાચું . માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું
ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે. કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને. જીવન ની ઝંઝટ સઘળી,
સોંપી દો શ્યામ ને
ખટપટ તું
ખોટી ના કર, મોભા કે માન ની...

"કેદાર" કરુણા નો સાગર, આવે જો ઉર માં. મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
ફરૂકે ધજાયું તારી,
ભક્તિ કેરા ભાવ ની..

સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં
જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ કર્મો કરતો જાય તેમ તેમ
ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે
કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં
વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને
દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો
બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં
જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક
સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની
ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો
કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ
બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન
કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું
બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.

સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે માખી, કીડી જેવા
જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ? આના જેવો સંગ્રહખોર
બિજો કોઈ જીવ મેં ભાળ્યો'તો નથી પણ સાંભળ્યો પણ નથી, ખોરાક સિવાયની પણ
કોઈ વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય
કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે
સિકંદરની જેમ ખલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.

મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને
પ્રવચનો આપે, પણ એના બદલે હરી ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો
ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.

Wednesday, August 1, 2012

અવસર

અવસર
ઢાળ:- કાફી જેવો


-સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ. હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ

પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા. સઘળા કાર્ય સુધારશે, કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ. શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..


અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે, સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર નહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર,
કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...

આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી. મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની. ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા
શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે
ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને
મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા
જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ
કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાં છે. માટે ઉપર વાળા એ આપેલ આ
અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને
આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ
જીવન તો જીવેજ છે.
જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ
તેને બધી સમજ હોય છે. અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી
જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને
બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે
આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ
કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરીએ. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને
એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન
કરે છે.
આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો
જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ
ગાન કરતા રહીએ.
આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર
વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે
આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા
એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું
ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.

રચયિતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Saturday, July 28, 2012

અરજી

એક અરજી

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું, રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી...

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના
સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા
સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને
સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં
પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ
જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની
ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે
કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને
કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ
કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરી તારો ભક્ત બનીને ફરીને માનવ અવતાર
મળે એજ અભ્યર્થના.

રચયિતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com

પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા, શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન "કેદાર" ના દીન દયાળુ, અનહદ કરુણા તમારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ
કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ
જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને
જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ
રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની
કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ
માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે.
વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો
અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને
ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા
જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક
રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું
લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ
ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ.
અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ
પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને
પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન
શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી
શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું
લાગે છે.
કણે કણ અને પત્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય
જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને
કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી
નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ
એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

રચના

રચના

પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા, શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન "કેદાર" ના દીન દયાળુ, અનહદ કરુણા તમારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ
કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ
જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને
જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ
રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની
કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ
માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે.
વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો
અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને
ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા
જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક
રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું
લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ
ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ.
અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ
પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને
પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન
શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી
શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું
લાગે છે.
કણે કણ અને પત્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય
જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને
કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી
નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ
એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Tuesday, July 24, 2012

માનવ દેહ

માનવ દેહ

માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...


સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની
માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે
રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે, ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો
ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે
પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને
બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને
મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ
ઉપદોશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે
છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે,
માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરી ભક્તિ
કરવાની નેમ રાખતા હોય છે. માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ
માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં
સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય
છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી
નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને
મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર
બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો
સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય
કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં
દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો
દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે.
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે
નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મના તો સદાય માયાને વળગેલુંજ રહે,
માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે
વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની
શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી
નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં
ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય
છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ.
જય શ્રી રમ.
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Monday, July 23, 2012

નર નારાયણ

નર નારાયણ

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

૧' એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..

૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...

૪, કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ
મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા
પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં
ભાગીદાર ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો
બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ
બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી
જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા
મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને
વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત
એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની
પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ
આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી
અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને
માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે,
તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે
બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં
છું."
સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની
જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી
પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં "
સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા
નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ
એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો
પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ
જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના
જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે
સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ
મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની
વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં
પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ
પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો
પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ
શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને
અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો
કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું.

Sunday, July 22, 2012

એટલું માંગી લવ

એટલું માંગી લવ

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લવ...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લવ
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લવ
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લવ...

દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લવ....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ
સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે
પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની
ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે
શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ
આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને.
નરસી મહેતાએ ગાયું છે કે "હરીના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી
શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય
એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની
અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક
પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો
જીવન ધન્ય બનીજાય.
અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક
તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારાપર નજર
રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
જય શ્રી રામ.

રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

શું માંગું ?

શું માંગું ?

હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી.
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન"કેદાર" જી.
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય
ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના
ભરણ પોષણ માટે અન્ન,જળ અને વાયુ આપ્યા, વળી અન્ન જળ અને વાયુ ના ઉત્પાદન
અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત
રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો?
વારે વારે સુનામી આવતી હોય તો? ના બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે
વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ
આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની
વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક
દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ
ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન
હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી
થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને
વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને
સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ?
કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે. એ વિરાટ પાસે મારા જેવા એક
પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન
શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના.

રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Saturday, July 21, 2012

રામ ની મરજી

રામ ની મરજી

મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી...

૧,માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિશાચી...

૨,નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી...

૩,હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ ના વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી...

૪,ભસ્માસુરે ભગવાન રિઝાવ્યા, જગપતિ લીધા એણે જાચી
મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચી...

૫,દીન "કેદાર" પર કરુણા કરજો, સમજણ આપો મને સાચી
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચી...

સાર-આજનો માનવ એવી એવી શોધ,સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે કે જેની કલ્પના પણ
અમુક સમય પહેલાં શક્ય ન હતી. અંતરિક્ષમાં લટાર મારવી આજે તેના માટે મોટી
વાત નથી, અને તેમાં આપણા ભારતનું ગૌરવ વધારનાર સ્વ. કલ્પના ચાવલા અને
સુનિતા વિલિયમ્સ જેવી વીરાંગનાઓને આ સ્થાને યાદ કરવીજ પડશે. છતાં માનવી
ઈશ્વર પાસે સદાએ વામણો સાબિત થયો છે.
૧, માનવ વિચારે કે એક એવું આલીશાન ભવન કે સ્થાપત્ય બનાવું, જે દરેક આફતો
નો સમનો કરીને સદાએ અડીખમ રહે, પણ કુદરત વીફરે તો કોઇ પણ પ્રકારની એક
થપાટ એવી લાગે કે તેનું નામ નિશાન પણ ન રહે.

૨, સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મલ્યો હોવા છતાં કોઈ કારણસર
નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇંન્દ્રને પણ સાપ હતો કે તેને સદાએ
પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠાં
કે ઇંન્દ્ર ગભરાયો, તેણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યો,
નારદજીની તપસ્યાતો ભંગ થઈ, પણ તેણે કામદેવને ક્ષમા આપીને જવા દીધો. પણ
મનમાં અભીમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી
નાંખ્યો હતો,(જ્યારે કામદેવના પત્ની રતી આક્રંદ કરવા લાગ્યા ત્યારે ભગવાન
વિષ્ણુએ રતીને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે,
અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર
પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં
કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે
વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.

ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તુર્તજ નારદજીના
વિચરવાનાં માર્ગમાંજ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો
રાજા શિલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિની ના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો,
નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન
જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મનેજ પસંદ કરે. એ આશયે નારદજીએ
ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહજ જોતા હતા, તુરંત પ્રગટ થયા,
નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય
કરવાનું વચન આપ્યું.

મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હંસીને
પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણો એ દર્પણ
માં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જળની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા
જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ
શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે
રીંછ અને વાનરોજ તમને કામ આવશે. આવી છે ભગવાન ની માયા.

૩, ભક્ત પ્રહ્લાદના પિતા હરણાકંસે ભગવાનને પ્રસન્ન કરીને અમર બનવા માટે
અનેક પ્રકારે ન મરવાના વચનો લીધેલાં. આ પણ કેવી પ્રભુની માયા? સીધે સીધું
અમરત્વ માંગી લીધું હોત તો? જ્યારે પ્રહ્લાદ પર અનહદ ત્રાસ થવા લાગ્યો
ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો.

૪, ભગવાન ભોળાનાથ ખરેખર ભોળાજ છે, ભસ્માસુરે ભસ્મ કંકણ માંગીને વરદાન
લીધું કે તે જેનાપર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય. આવરદાનની સત્યતા સાબિત
કરવા માટે સામે ભોળા નાથજ હતા, જેવો ભસ્માસુર ભગવાન પર હાથ મુકવા ગયો કે
ભગવાન ભાગ્યા અને વિષ્ણુ ભગવાન પાસે, તેમને બધી માયા ફાવે, વિષ્ણુ ભગવાને
મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર ને નચાવતાં નચાવતાં તેનાજ માથા પર હાથ
રખાવીને બાળી મૂક્યો.

૫. હે પ્રભુ અમ (ભજનો ગાનારા અને સાંભળનારા) સર્વે પર દયા રાખજો, અને
હંમેશાં સાચી દિશામાં ચાલીએ અને આપ સદા અમોને આપના શરણમાં રાખો એજ
અભ્યર્થના.

kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

રામાયણ પ્રસંગહરિ હૈયા ના હેત

હરિ હૈયા ના હેત
હરિ નું હૈયું હરખે ભરાયું
માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું....

ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું...

વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું...

રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
"કેદાર" કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું....

સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં
મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા.
અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.
ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર
સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન
કરી.
વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક
નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ
હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા.
સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ
મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં
જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા,
કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના
દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ
સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી
ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ
તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક
બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો,
અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ
વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા
માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.
જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે
સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી
ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને
પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને
સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા.
ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.
kedarsinhjim@gmail.com

Monday, July 16, 2012

શબરી

રામાયણ પ્રસંગ શબરી

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન "કેદાર" હરી અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે
શબરી. શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા
સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ
પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી
રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે
આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?
ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ,
નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે
બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં
જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન
કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે
પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી
કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ
પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ
કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો
આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને
ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ
દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર
રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને
મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ.
શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે
તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ
બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.
ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે
શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩,
ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા
રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને ભજન કરવા. ૭, દરેક
જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની
પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ
મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો
પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ
તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો
નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ
કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.