Tuesday, January 31, 2017

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપિયા,
ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું,
જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી,
કથા જે કૃષ્ણ ની કરતી,
કરાવે પાન અમૃત નું,
રટણ નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર,
રચ્યો નિત રામ માં રહેતો,
ન લાગ્યું મનડું માયા માં,
કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાસા,
સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા,
ભળે જે ભક્ત ના ભેળો,  
ભજન નો ભેખ પહેરી ને,
લગાવે નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી જે,
જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા,
સિધાવે સ્વર્ગ માં સીધો,  
રહે ના જન્મ ના ફેરા,
સફળ અવતાર એ કીધો
" કેદાર " આવા કરમી જન તો,
તારીદે સઘળી નાત ને...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Sunday, January 29, 2017

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે,
                        દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

" કેદાર " કનૈયા તારી,   લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Saturday, January 28, 2017

થાળ

થાળ

સાખી-મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની,
આરોગો મહારાજ

સાખી-નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવાન
દીન ગરીબ નો થાળ છે,
પ્રેમે જમો ભગવાન

આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારી,
પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક ન મળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિ શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી... 

રુખિ સુખિ રાબ બનાવી,
થોડું ગોરસ ગિરિધારી
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં,  ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને,   માફ કરો ને મોરારિ.. 

અશ્રુ કેરા જલ થી જીવન,
તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું,    
બીજો મુખવાસ શું મંગાવું 
સૂવાને નહિ દંવ શામળિયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી...        

નથી નરસિંહ કે દામા કુંડે,   દામોદર ને જમાડું    
નથી સુદામો તાંદુલ વાળો,
હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન " કેદાર " પર, મહેર કરજો મોરારી...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Friday, January 27, 2017

ડેરો

ડેરો

ફંદે ફસાયો હો  
પડ્યો ડેરો છે ડોક માં,  
મોહ માયા નો હો  
        પડ્યો ડેરો છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ,  
ખોટું લીધા વિના   ખરચો કઢાય નહિ
નાણું ભેગું થાય નહિ હો... 

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા,     આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે મોટા     આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે,       જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી,   સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે,   હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે,    
કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે
ખોટી,          
શાસ્ત્ર વેદ મંત્ર બધાં વાતો કરે મોટી
ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે,              
તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે- પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે,
જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ - તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો,
" કેદાર " કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી તરાય નહિ હો...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
dinvani.wordpress.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

Monday, January 23, 2017

જલારામ બાપા

જલારામ બાપા

સાખી-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે,
નજર હટે ના લગાર...

સાખી-અન્નદાની વીરપુર વસે,
એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે,
જ્યાં નામ જલા નું લેવાય..

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં,
અંતર ઉમંગ આવેશ માં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 
હેતે હરિજન દર્શન કરતાં,
પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...

દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી,
એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

Saturday, January 21, 2017

જગ જનની

જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,   હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી,
તને ભજતાં ભૂપ ને ભિખારી
માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
એને યમ કિંકર ના નડતાં ભવાની

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
મને આપો ઠરવા ઠેકાણું ભવાની.

તારું નામ રહે નિત મન માં,
વીતે જીવન સમરણ સુખ માં
ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની

માં દીન " કેદાર " ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
મને આશરો એક તમારો ભવાની

Friday, January 20, 2017

ગૌરી નંદ ગણેશ

ગૌરી નંદ ગણેશ

સાખી-સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ.  
દીન " કેદાર " ની વિનતિ,
રહો હૃદય માં હંમેશ

સાખી-ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ.  
દીન " કેદાર " દિન દિન ભજે,
કરે તમારી સેવ

સાખી-ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ.  
કરો કૃપા " કેદાર " પર,  
સમરૂં ઠામો ઠામ         

ગૌરી નંદ ગણેશ.
રૂપ તમારું મન હરનારું,
સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના,  
બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે,  
કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે,
મુખડું નિરખે મહેશ

રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે,  
વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માજી, પ્રથમ સમરે ગણેશ
દીન " કેદાર " પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..

Wednesday, January 18, 2017

ગોવિંદ ગાન

ગોવિંદ ગાન

ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનમ નું ભાતું ભરી લે 
એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં,
મોહ માયાના વાદળ હટતાં
માયા છે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે,
વિપત વેળા જદુરાય ને જાચે
પાળ્યાં છે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિ લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે
સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરી ભગવાન જે ભજશે
એજ માનવ ના મોલ માનવ...

દીન " કેદાર " પર કરુણા કરજો, જીવન ભર પ્રભુ હૃદયે રમજો
બોલું તમારા બોલ માનવ...





ગૌરી નંદ ગણેશ.

રૂપ તમારું મન હરનારું, સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના,  બેઠાં બાળે વેશ

શિવ શંકરજી લાડ લડાવે,  કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ

રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે,  વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માજી, પ્રથમ સમરે ગણેશ

દીન " કેદાર " પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..

Sunday, January 15, 2017

ગુરુ

ગુરુ

સાખી-સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ
પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ..

સાખી-જટા ધરી સાધુ બન્યો, ભગવા પહેર્યા અંગ
અંતર રંગ લાગ્યો નહીં, રહ્યો નંગ નો નંગ...

સાખી-જટા ધરી  જોગી થયો, ભસ્મ લગાવી અંગ-
મોહ માયા ત્યાગી નહીં, રહ્યો નંગ નો નંગ...

      

ગુરુ વિણ જ્ઞાન ન આવે ભક્ત જન........
ગુરુ મળે તો ગોવિંદ બતાવે, નગરો નરકે જાવે......

લખ ચોરાસી ભટકે જીવડો, માનવ દેહ ત્યારે પાવે
ગુરુ પદ પંકજ મહેર મળેતો, માધવ દર્શન પાવે...

સત્ય અસત્યની સમજણ આપે, ભક્તિ માર્ગ બતાવે
હરામ તજીને હરિ ઓળખાવે, ગોવિંદ ગાન કરાવે....ગુરુ..

ભમ્યો ભલે નહી કાબા કાશી, યાદ ન ઈશ નિ આવે
ગુરુ મળે કોઈ પરમ કૃપાળુ, પળમાં પાર લગાવે...

"કેદાર" કરીલે ગુરુ પદ સેવા, હરિવર હૈયે આવે
યમ દૂતો કદી’ દ્વારે ન આવે, મુક્તિ માર્ગ બતાવે...

Friday, January 13, 2017

ખોટો નાતો

ખોટો નાતો

સાખી-માનવ ભજી લે રામ ને,
શાને તું ઝોકા ખાય છે.  
ખબર ક્યાં છે ઉમર તારી,
કઈ પળ થી પૂરી થાય છે..

સાખી-કરી લે રટણ શ્રી રામ નું,
ફોગટ ના ફેરા ખા નહી.  
ભજી લે ભાવથી ભૂધર,
અવર સંગ આવે નહી..

જેને રામ થકી નહી નાતો,
           મૂર્ખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી,
મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતો,
લેશ નહી એ લજાતો...

ભક્ત જનોના ભાવ ન જાણે,
અવળાં કરે ઉત્પાતો
સંત સભામાં આતંક આણી,
                   ફૂલણશી છે ફુલાતો...

ધર્મ ના નામે ધતિંગ રચીને,
અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને,
             ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે,
પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું,
               મુક્તિ માર્ગ ના કળાતો...

ચેત ચેત નર સંત સેવા કર,
કર નારાયણ નાતો
દીન " કેદાર " દામોદર ભજી લે,
                    શીદ ભમે ભટકાતો..

Thursday, January 12, 2017

ખબર અંતર

ખબર અંતર

સાખી-નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, 
બિરાજ્યા માત સીતાજી
શરીરે આગ વરસેછે.

સાખી-ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
ભલે ને મોતીડાં વરશે,
સીતાને રામનું સમણું 

કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મણિ મુદ્રિકા તુમને ગિરાઈ,  નાચા મન મોરા તુટ ગઈ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

દો આજ્ઞા મૈયા ક્ષુધા મોહે લાગી, મધુર ફલ ખાકે દેખું, નરપતિ લંકા...

બગીયાં ઉજાડી પૈડ ગીરાયે, અસુર ગણ રોળે મારે સૈન્ય બંકા

કેદ કિયો હનુમો લૌ લીપટાઇ,
" કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા.. 

Wednesday, January 11, 2017

કોણ પરખે ?

કોણ પરખે ?

ઢાળ-જો આનંદ સંત ફકીર કરે-જેવો...

કોઈ પરખી શકે પરમેશ્વર ને,
એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે,
તો દામોદર જી દુર નથી...

સંકટ રૂષીઓના હરવાને,
પ્રગટ્યા પ્રભુજી શ્રી રામ બની,
પછી ચૌદ વરષ વન માં વિચર્યા,
આમાં કૈકેઈનું કૌભાંડ નથી..

લંકેશ વિંધાણો વેદી હતો,
દસ શીશ ચડાવ્યા શંકર ને
આતો વચન હતું જય વિજય ને, આમાં સીતા હરણ ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને,
અવતાર ધર્યો નર સિંહ બની,
આપેલાં વચનો હજાર હતાં,
પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

તેં અહલ્યા નો ઉધ્ધાર કર્યો,
શબરી નો બેડો પાર કર્યો.
કુબજાનો રૂપ ભંડાર ભર્યો,
નટખટ લાલો નિષ્ઠુર નથી..

આવે જ્યાં યાદ યશોદાની,
નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,  
મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો,
તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા,
" કેદાર " શું તારો દાસ નથી ?...

Tuesday, January 10, 2017

વો કલરવ કહાં ગયા?

વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે,
મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

ઠંડ કે મારે આધે શહર ને,
છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  
છુપા છૂપી સબ છુટા
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  
યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
" કેદાર " કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

રચયિતા -
કેદારસિંહજી મે  જાડેજા
ગાંધીધામઃ
૯૪૨૬૧૪૦૩૬૫

Monday, January 9, 2017

કેવટ પ્રસંગ.

કેવટ પ્રસંગ.

મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,
પ્રેમે કહો પાવલાં પખાળો....

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો...

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું,
પછી કરૂં પાર કિનારો....

રાત વેળા એ કરતા લક્ષ્મણ,
નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો..

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો...સીતાના

શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો.

ગંગા કિનારે જીવન વિતાવ્યું, આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો માલમ મોટો,
કહે મને પાર ઉતારો....

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..

જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો હશે કૈકનો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..

પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..

પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..

આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો...

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો...

દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..

Saturday, January 7, 2017

કુદરત નો ખેલ

કુદરત નો ખેલ

કુદરત નો ખેલ ન્યારો,
એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    
કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી રણમાં,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  
વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,  
પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  
એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

Friday, January 6, 2017

કુદરત નો કાયદો

કુદરત નો કાયદો

રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....

કુદરત નો કાયદો એવો રે,
એ તો હારે જે મદ ને રાખે,
હોય ભલેને ભૂપ ચમરધર,
પળમાં પટકી નાખે... કુદરત નો...

જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને,
કર કૈલાસ જે રાખે
દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...

વાલી જેવા વાનર મોટા,
લંકેશ કાંખ માં રાખે 
કંસ ચારૂણ ગયા અભિમાને,
વેદ પુરાણ ની શાખે...કુદરત નો...

ડુંગર ઉપર દેવો બિરાજે પણ,
નજરું નીચી રાખે
માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...

મોટા મોટા માર્યા ગયા,
અભીમાની રોળાયા ખાખે
ચાર દિવસનું ચાંદરડું આ,
મનખો મદ બહુ રાખે..કુદરત નો...

દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો,
દ્વેષ ન દિલમાં દાખે
નિર્મળ દેહે નિર્વાણ હું પામું,
કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...

Thursday, January 5, 2017

કાલ કોણે દીઠી છે ?

કાલ કોણે દીઠી છે ?

કરીલે આજ ની વાત,
જોજે ન કાલની વાટ
કાલ કોણે દીઠી છે...

લખ ચોરાશી પાર ઊતરવા,  
અવસર આવ્યો આજ
કૃપા કરી કરૂણાકરે આપી,  
મોંઘી માનવ જાત...

જીવડો જાણે હું મોજું કરી લવ,
પછી ભજન ની વાત
અધવચ્ચે આવી અટવાતો,
ખાતો યમ ની લાત...

પિતા પ્રભુના એ કાલ પર રાખી,
રામના રાજ્ય ની વાત
ચૌદ વરસ માં કૈંક કપાણા,  
કૈકે ખાધી મહાત...

કાલ ન કરતાં આજ ભજીલે,
બાજી છે તારે હાથ
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,
કોણ દિવસ કઈ રાત..

આ સંસાર અસાર છે જીવડા,
સાચો જગનો તાત
ભવ સાગર નું ભાતું ભરી લે,
ભજીલે તજી ઉત્પાત...

દીન" કેદાર "નો દીન દયાળુ,
કરે કૃપા જો કિરતાર
એક પલક માં પાર ઉતારે,
વસમી ન લાગે વાટ.. 

Wednesday, January 4, 2017

કામણગારો કચ્છ

કામણગારો કચ્છ

કચ્છડો મારો કામણગારો,
ક્યાંક લીલો ક્યાંક સુકો
ક્યાંક ઊડે છે રણની રેતી,  
ક્યાંક ખનીજ નો ભુક્કો..

રવમાં છે રવેચી બેઠાં,
મઢમાં મા મઢ વાળી
કોટેશ્વર માં ગંગાધર બેઠાં,
ખૂબ કરે રખવાળી

હાજીપીર ની હાકલ વાગે,  
દ્રોહી તેથી ડરતાં
શ્વાન ખર ને કોઈ સાધુ જાણે,
આજ પણ રણમાં ફરતાં..

ભુજીયો મુજ ને એવો ભાસે,
કોઈ નગાધિરાજ નું બાળ
ભુજંગ સાથે રમતાં રમતાં,    
ભૂલ્યું ઘરની ભાળ..

વાયુ દેવ વંટોળ બન્યા પણ,  
એક ન ફાવી કારી
બળુકો પાછો બેઠો થઈ ને,  
ખોલે નસીબ ની બારી.

ભૂકંપે ભૂંડો ભરડો લીધો,
એનો પ્રકોપ ઝીલી લીધો
ભાંગ્યો તૂટ્યો ભલે લથડ્યો,
પણ માનવ બેઠો કીધો..

ઠામો ઠામ ઠેકાણા સંત ના,
તને રત્નાકર ભરે છે બાથું
દીન" કેદાર " તુજ આંગણ બેસી,  ભવનું ભરે છે ભાથું.

રચયીતા કેદારસિંહજી જાડેજા
9426140365

Tuesday, January 3, 2017

કાનાના કપટ 

કાનાના કપટ 

સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ,
હવેના દાણ ચોરે છે..

સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ ક્રીડા નું
રમાડ્યા રાસ છે કાને,  
હવે નટીઓ નચાવે છે..

કપટ કેવાં હરિ કરતો,
બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,  
વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની,
બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,  
છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,  
મહેલો માન મોટર ના
ભોળા જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  
ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  
ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,  
બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  
જો તારી મરજી વિના ના..૫

દયા " કેદાર " પર રાખી,
ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,  
પ્રભુ તુજ ગાન કરવામાં...૬

Monday, January 2, 2017

કાનજી કાળા

કાનજી કાળા

ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા,
મતિ મુંઝાણી મારી રે...

રામ બાની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે...

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

કૃષ્ણ બની તું કપટ કરે છે,  
રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે...

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે...

" કેદાર " કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તું અધમ નો પણ ઉદ્ધારી રે...