Monday, July 1, 2013

નારાયણ બાપુ ની નિખાલસતા


નારાયણ બાપુ ની નિખાલસતા

નારાયણ સ્વામીજીએii ભજન ગાયકીને એક અલગજ સ્થાન અપાવીને ભજન ગાયકોને એક નવો રસ્તો બતાવ્યો, અને શ્રોતા ગણને એક નવી તાજગી સાથે અને સામાન્ય સમજ પડે તેવું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું, અને મારા જેવા રાગ રાગણીથી અજાણ ગાયકોને કયો રાગ કયા સમયે ગવાય તે પણ શીખવ્યું, નવા નવા રચયિતાઓની રચનાઓ ગાઈને એક નવી રચનાકારની ઓળખ ઊભી કરી, એમાં પણ "દાસ સતાર" ને તો એ ઊંચાઈ આપી કે બાપુના ચિલ ચાલનારા પણ ભજન ગાયકીને કમાવાનો રસ્તો બનાવનારા અનેક ધંધાદારી ગાયકો "સતાર"ને ગાઈને રોટલો રળવા લાગ્યા, તો ખરેખર ભજનના ચાહક ગાયકો "સતાર"ના શબ્દો પર ફિદા થઈને આંખમાં ભાવ, તો ક્યારેક આંસુ સાથે તેના ભજનો ગાવા લાગ્યા, પણ બાપુને ન સમજનારા ક્યારેક ગેર સમજ પણ ફેલાવવા લાગ્યા કે બાપુ તો ઘમંડી છે, જે તેમને નમતા રહે તેનાજ ભજનો ગાયછે. એક ખ્યાતનામ કવિની રચનામાં બાપુની કસી ગેર સમજ થઈ, બાપુએ કંઈક ટકોર કરી, મોટાભગે-- આ ટકોર એક બીજા આમને સામને નહીં પણ પ્રોગ્રામ દ્વારાજ આપતા હોયછે જેથી તે જગ જાહેર હોયછે,  પેલા કવિરાજે બાપુને પોતાની રચના દ્વારા જે વંદે-- આપવાનો હતો તેની વિગત જણાવી ત્યારે બાપુએ ભજનના હજારો શ્રોતાઓ વચ્ચે પોતાની ગેર સમજની કબુલાત કરેલી. આ હતી તેમની નિખાલસતા. પણ એક મહાન સ્વર્ગસ્થ કવિના પુત્ર સાથે સામાન્ય ચર્ચા દરમિયાન બાપુએ એ કવિરાજની રચનાઓની કેસેટો બનાવવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પેલા મહોદયે મંજૂરી સાથે રોયલ્ટી માટે વાત કરી ત્યારે બાપુએ એક દોહાની એક પંક્તિ સંભળાવી કે "તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક" ભાઈ મારે જો રોયલ્ટી ની શરત સાથે કોઈની રચના ગાવાની હોય તો મનેતો અનેક રચનાકરો પોતાની સારી સારી રચનાઓ ગાવા માટે વિનંતી કરેછે, અને એ વાત ત્યાંજ છોડી દીધી.

નારાયણ બાપુના આવા આવાતો અનેક પ્રસન્ગો-- છે, જે સમય સમય પર રજુ કરતો રહીશ.
જય નારાયણ.

1 comment:

  1. નમસ્કાર!
    આપનો બ્લોગ ”Kedarsinhji” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    ReplyDelete