Thursday, July 4, 2013

વેદના


                                          વેદના

મિત્રો થોડા સમય પહેલાં મેં દાન વિષે લખેલું ત્યારે મારા પરમ મિત્રે મને થોડો ટપારેલો, તે એમનો મારા માટેનો પ્રેમ હતો, પણ કાલે મોડી રાત્રે ઈન્ડીયા ટી વી નો રિપોર્ટ જોયા પછી મને લાગ્યું કે મેં જે લખેલું તે ભલે તે સમયે મારા મિત્રને ગમ્યું નહીં હોય, પણ આજે મને લાગેછે કે ખરે ખર યોગ્ય પાત્ર જોયા વિના કરેલું દાન ક્યારેક પુણ્ય ને બદલે પાપના ભાગીદાર બનાવીદે છે. મારા મિત્રની ટકોર તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હતો, હું દિલથી તેમનો આભારી છું પણ હું ખોટો પણ ન હતો.

કાલે જે આંખો દેખ્યો અહેવાલ ઇન્ડિયા ટી વી પર જોયો તે જોઈને લાગેછે કે ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા રાક્ષસો ઘણા સારા હતા, જ્યાં ત્યાં રઝળતી અર્ધ બળેલી લાશો, મહા મહેનતે સૈનિકોએ પહોંચાડેલું રાસન,દવાઓ અને અંતિમ સંસ્કાર માટેની સામગ્રી જ્યાં ત્યાં રખડતી હતી, કદાચ મોસમ ના મિજાજ ને જોઈને છોડવું પડ્યું હોય તો પણ હાલના સંજોગોમાં આ બધીજ સામગ્રી અત્યંત મૂલ્યવાન છે, થોડી સચવાઈ શકે તેટલી સામગ્રી પણ દેખાતી હતી, પણ તેનો ઉપયોગ કર્યો નથી, છતાં પ્રશાસન ના ખોટા બણગાં, હળાહળ જૂઠ,  અંતર વલોવી નાખેછે. આપણી એક કહેવત છે કે "આભ ફાટે તેને થીગડું ન દેવાય" પણ મોટી છતરી તો રાખી શકાયને?

મારો વિષય તો ભજન અને ગરબા લખવાનો અને ગાવાનો છે, પણ જ્યારે મારી ભારત માતાની છાતી પર આવા દ્રવ્યો દેખાતા હોય ત્યારે કયો માઈનો લાલ ચુપ રહી શકે? સ્વ. મેઘાણીભાઈ એ પણ લખ્યુંછે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત ગમે" પણ મેં થોડા સમય પહેલાં નંદી મહારાજની પીડા બાબત કેદારનાથ બાબાને અરજ કરેલી કે તેને પીઠ માં એક પથ્થર ભરાઈને પડ્યોછે તે હટાવો મહારાજ, મારી આ ફરિયાદ બાબાએ સાંભળી લીધીછે, ઈન્ડીયા ટી વી ના ઉપરોક્ત પ્રસારણમાં એ પથ્થર દૂર થયેલો જોઇને મેં બાબાનો આભાર માન્યોછે, હવે મારે પણ ક્યારેક નંદી મહારાજના કાનમાં કંઈક અરજ કરવી હશે તો તેનો જવાબ જલદીથી મળશે, જોકે બાબાએ મને મારી લાયકાત કરતાં ઘણું આપ્યું છે છતાં જીવ છું અને તે શિવ છે, હું માંગવા લાયક છું અને તે આપવા બંધાયેલો છે, બસ માગણી યોગ્ય હોવી જોઈંએ.
પથ્થર હટ્યા પછીનું ચિત્ર આજે મળી શક્યું નથી નહીંતો જરૂર મૂકત.
જય કેદારનાથ.
ફોટો ગુગલના સૌજન્યથી.

No comments:

Post a Comment