Sunday, September 11, 2016

રામ તણાં રખવાળાં

રામ તણાં રખવાળાં

સાખી-સજ્જન સમજવો તેમને જેને હરી હ્દયમાં હોય, રોમ રોમ રટણા કરે, માયા મનમાં ન કોય..

સાખી-મસ્ત રહે માળા જપે, આઠો પહોર આનંદ,   
હરી ભજન હરદમ કરે, નહીં જગતના ફંદ...

ઢાળ:-એને જાણે કોઈ અનુભવી જ્ઞાની...જેવો..

જેને રામ તણાં રખવાળાં, તેને રહે ન જગ જંજાળાં...

બાળ પ્રહ્લાદ ભક્ત ભૂધરનો, ડરના રાખ્યો કોઈ મરણનો 
સ્તંભ ફાડીને પ્રગટ્યા પ્રભુજી, તાર્યો પુત્ર ગણીને પોતાનો.

ગરીબ સુદામો સખા શ્રીધરનો, માંગ્યો નહીં એણે દાણો અન્નનો
આપી અનહદ સંપદા મોરારી, ગણી કળશી કણ તાંદુલનો.  

નાગર નરસૈયો નાચે, સદા હરી ભજનમાં રાચે 
એતો ભાન ભૂલીને લીલામાં, હાથ જલાવ્યો સાચ્ચે...  

મીરાં તો પ્રેમ દિવાની,
રહે મોહન વરને માનિ
હરી મુખમાં આપ સમાણી,
મટી જનમ મરણ ની હાનિ.

પ્રભુ દિન કેદાર તમારો,
આપો હૃદયે શુદ્ધ વિચારો
રહે ગુણલા સદા તારા ગાતો, અંતે આવે નહીં ઉતપાતો..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment