Sunday, October 2, 2016

ગરબો-કચ્છ ધણિયાણી

ગરબો-કચ્છ ધણિયાણી

આશાપૂરા જાણી તને કચ્છ ધણિયાણી, પૂરજે માં મારી આશા, મને તારા દર્શન ની અભીલાષા...

બાલુડો તારો ગરબા ગવડાવે, ભક્ત જનો ને ભાવ થી રમાડે ભક્તિ ની શક્તિ આપો ભુવનેશ્વરી, મને અવિરત રટણ ની આશા....

કોઈ કહે અંબા કોઈ અંબિકા, આરાસુરી કે બહુચર ચંડિકા અગણિત નામ તારા કેમ ગણાવું, પુત્ર ને શું નામ ની પિપાસા..

ભક્તો તમારાં પગપાળા ચાલતા, માડી ના નામ થી વગડો ગુંજાવતા ભૂખ તરસ નું ધ્યાન ન લાવે,   તારી પાળે પહોંચવા ને પ્યાસા...

આપ્યું અધિક તેં માંગુ શું માવડી, કૃપા કરી છે તેં રંક પર આવડી દીન " કેદાર " પર દયા દર્શાવી,    આવી ના જીવન માં નિરાશા... 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment