Sunday, October 9, 2016

ગરબો-સપનું.

ગરબો-સપનું.

મને સપનું લાધ્યું સલૂણું, વાગી જાણે વ્રજ માં વેણુ... મને...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઊઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઈ વીનવે, અંબા વિનાનું ઊણું ઊણું.. મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શક્યો નહીં નેહ જનની નો
સંગે લઈ ને સરવે સાહેલીઓ, આવી અંબા સહે ન મહેણું....

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઊમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણું કૂણું.. મને..

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન " કેદાર " પર દયા દરશાવી, રજની મુંગી ને વાગે વેણું...મને... 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment