Monday, October 3, 2016

ગરબો-મઢ વાળી મા

ગરબો-મઢ વાળી મા

મઢ વાળી જાણી, કચ્છ ધરાની ધણિયાણી

ભાસે ભલેને તારા રૂપ અધૂરાં,   કામ સવાયા કીધાં
અધીર વણિક ની સાંભળી ને પ્રાર્થના, દેવળ દર્શન દીધાં
સ્વયંભૂ માડી તુંતો પાષાણે પ્રગટી,  જગ આખા માં ઓળખાણી...૧

દુખિયા લોક તારે દ્વારે આવે તો   દુખ સમૂળગાં કાપતી
ખોળો જ્યારે પાથરે ભૂપતિ ભુજનો  એને તું આશિષ આપતી
સંકટ વેળાએ દોડી દોડી આવતી,   હાથે ત્રિશૂલ તીર તાણી...૨

જામ રાવળ ની ઝાઝી વિનંતિએ,   વચનો વેળાસર દીધાં
વડે ચડીને માં વહાર કરી તેં,   જોગવડ બેસણા કિધા
હાલાર કેરો એને હાકેમ બનાવ્યો, આપી અખૂટ ધન ખાણિ..૩

આવે ઉપાધિ જ્યારે જ્યારે અમો પર, સહાય કરવામાં શૂરા
ભાવિક ભક્તોની ભીડું ને ભાંગતાં, પરચા પૂરો છો પૂરે પૂરા
અંગે ઊઘાડા ને અંગરખાં આપતાં, આપી અખૂટ ધન ખાણી..
દીન " કેદાર " ની દેવી દયાળી, એક જ અરજી મારી
ચિતડું રહે સદા તારા ચરણ માં, હૈયામાં મૂર્તિ તમારી
શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરૂં હું, આપજો એવી મતી મારી...  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment