Sunday, February 11, 2024

ભારતકા બડા ભાગ્ય ચમકા

ભારતકા બડા ભાગ્ય ચમકા

૯.૨.૨૪
ઢાલ- ફીલ્મી ગીત-આપ આયે તો આયી બહાર, ...જેવો.

રામ આયે તો આઈ બહાર, ભારતકા બડા ભાગ્ય ચમકા.
જાને કિતને સાલો કે બાદ, ભારતકા બડા ભાગ્ય ચમકા....(૨)

સુગ્રિવકા સબ સંકટ ટારા, શબરીકે બૈરકો સ્વીકારા
આજ કી હે હમારી દરકાર,(૨) ભારતકા બડા ભાગ્ય ચમકા....

સદીયોં સંતોને કષ્ટ સહા, ગોલિયાં ખાઈ ઔર ખૂન બહા
કિયા અપના સભી કુર્બાન (૨), ભારતકા બડા ભાગ્ય ભાગ્ય ચમકા....

ભક્તોકો કિતના તરસાયા, તબ જાકે યે શુભ દિન આયા
આજ પૂરા હૂવા ઈન્તજાર(૨), ભારતકા બડા ભાગ્ય ચમકા....

આજ અવધ ગુલજાર હુવા, મન મંદિરમેં પ્રકાશ હુવા
હુવા ભક્તોકા બેડા પાર(૨) ભારતકા બડા ભાગ્ય ચમકા....

"કેદાર"કી અરજી સુન લેના, મુજકોભી દર્શન દે દેના
સેવામેં લેના સરકાર(૨), ભારતકા બડા ભાગ્ય ચમકા....

ભાવાર્થ:-તા.૨૨.૧.૨૪ના દિવસે ભારતમાં એક નવો સૂર્યોદય થયો, સેંકડો વર્ષોની તપશ્ચર્યા અને રામ ભક્તોના બલિદાન બાદ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર આવ્યો, અને ભારતનું ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.
  હે ઈશ્વર આપે સુગ્રીવના સંકટનું નિવારણ કરીને એને રાજગાદી અપાવી, શબરીની આતુરતાનો અંત આણીને એના એઠાં બોરનો સ્વીકાર કર્યો, ત્યારે મને લાગતું કે અમારી પ્રાર્થના આપ ક્યારે સાંભળશો? પણ આજે અમારા પર આપે દયા કરી.
  સંતો-ભક્તો-સેવકોએ કેવા કેવા સંકટ સહન કર્યા! સામી છાતીએ ગોળીઓ ખાધી, રક્તની ધારાઓ વહી, પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું! ત્યારે આજે આ શુભ ઘડી આવી છે. આજે અયોધ્યાની પાવન ભૂમી ફરીથી નવ પલ્લવિત બની છે, અબાલ વૃદ્ધ, જીવ માત્રના મન આજે નાચી ઊઠ્યા છે.
   પ્રભુ મારી પણ એક પ્રાર્થના છે, જીંદગીનો છેલ્લો પડાવ છે, અવધમાં તો કદાચ ન પહોંચાય, પણ મારા હ્રદયમાં દર્શન કરાવતા રહેજો અને મારી સેવાનો સ્વીકાર કરતા રહેજો એજ અભ્યર્થના.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. 


 

No comments:

Post a Comment