Thursday, February 15, 2024

વાગડમાં ઢોલ વાગે છે

   વાગડમાં ઢોલ વાગે છે
૧૪.૨.૨૪.
હાલો હાલો સહિયર સૌ સાથ, વાગડમાં ઢોલ વાગે છે
વૃજવાણી આ ભોમની મોજાર,  વાગડમાં ઢોલ વાગે છે...

વૃજવાણીમાં વાંસળી છોડી કાન, ઢોલે રમવા પધાર્યા
જનમ જનમની ગોપી આહીરાણી, ભાગ્ય તેના સુધાર્યા
સકળ જગતનું સુખ સમાણું, વાગડની ધરતી પર આજ...

કામણગારો કાનો નાદ જગાવે, હૈયા ચડ્યા છે હિલોળે
મનના ઓરતા મનમાં રહે ના, છલકાવો પ્રેમ રસ છોળે
રાસે રમવાનો બેની અવસર આવ્યો છે, રહે ના અધુરા કોડ આજ..

સાત વીસ આયરાણી ડૂબી ભક્તિમાં, રંગત રેલાવી દીધી
રાત દિવસનું ભાન રહ્યું નહીં, એવી ઉજાણી કીધી
સકળ જગતની રંગત રસરાજ કાન, વરસાવી અમ પર આજ....  

જીરવી શકયો ન કોઈ આનંદ અભાગિયો, આચરણ અવળાં કીધાં
પાવન પ્રેમને પરખી શક્યો નહીં, અમ થી અળગાં કરી દીધાં
"કેદાર’ સમાણી સૌ પાવન ધરામાં, પૂજે છે દુનિયા આજ...


 

No comments:

Post a Comment