કેસે મેને ગ્રંથ રચાયો ?
૧૮.૨.૨૪
પ્રભુજી મોહે અચરજ અનહદ આયો, મેને કેસે યે ગ્રંથ રચાયો ?
"દીન વાણી" કેસે દિલસે નિકલી, કેસો યે ખેલ રચાયો
અજ્ઞાનિકો તુંને સંત ચરનમેં, અમૂલખ સ્થાન દિલવાયો...
ના કોઈ શિક્ષા ના કોઈ દીક્ષા, ના કોઈ પિંગલ પઠાયો
ના હી પૂજા કી ગુરુ પદ પંકજ, ના કોઈ ધ્યાન ધરાયો...
ના હી ગયા મેં કાશી મથુરા, ના હી તીરથ કર આયો
ગંગાજલ કા પાન કિયા પર, મર્મ સમઝ નહીં આયો...
ના હી રહા મેં રામ ભજન મેં, ના હી ગોવિંદ ગુન ગાયો
માતૃ ક્રુપા, સંત કરી કરૂણા, નાદ કે પથ પે ચલાયો...
અબ "કેદાર" કી એક હી આશા, ભજનમેં રહૂં મેં સવાયો
સારા જીવન વ્યર્થ ગંવાયા, સત્ય સમજ અબ આઅયો...
ભાવાર્થ:- "દીન વાણી" એટલે મારી ભજનોની નાની એવી પુસ્તિકા, જેમાં મારી રચનાઓ કંડારાયેલી છે. પણ મને એક આશ્ચર્ય થાય છે કે હું એક પામર જીવ, ઓટોમોબાઈલ મારો વ્યવસાય, લોઢા સાથે નાતો, મેં આવા ભજનો-ગરબાની રચના કરી તો કેવી રીતે કરી? અને એ પણ પાછી સંતોના કંઠ સુધી પહોંચીને પાવન બની. હે ઈશ્વર તેં કેવી કૃપા કરી કે મને બ્રહ્મ લીન ડોંગરેજી મહારાજ, બ્રહ્મ લીન નારાયણ સ્વામી, બ્રહ્મ લીન કવિ "દાદ" જેવા સંતો કે મહા માનવોનો સાથ અને આશીર્વાદ અપાવીને મારો જન્મારો સાર્થક બનાવી દીધો.
મેં કોઈ સંગીતનો અભ્યાસ કર્યો નથી, પિંગળના પાઠ કર્યા નથી, ગુરુજીની એવી સેવા કરી નથી કે ખાસ ધર્મ ધ્યાન કર્યું નથી. યુવા અવસ્થામાં પર્યટન તો ખૂબ કરવાનો લહાવો મળ્યો, પણ દેવ દર્શન કરવાના ભાવના બદલે પ્રવાસનો ભાવ વધારે રહ્યો. ગંગા પાન કર્યું એ પણ એની પવિત્રતા સમજ્યા વિના, ભજનો ગાયા એ પણ ગીત સમજીને. છતાં એક દોહો છે ને? "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સૂલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે ઈશ્વરે કૃપા કરી અને મને ભલે નાનો એવો પણ ભક્તિ માર્ગ બતાવ્યો, અને હવે બાકીનું જીવન તારા ભજન કરવામાં વીતે એજ અભ્યર્થના.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ,
૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં
kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.
No comments:
Post a Comment