Tuesday, February 6, 2024

કાળો કાન

કાળો કાન
તા.૧૮.૩.૧૪
ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે...

રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે...

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબીના વચને રાણી સીતાને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

કૃષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળાને તું છળથી છળે છે, વિપરીત વાણી તારી રે...

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે...

"કેદાર" કપટ એક કાન કરીદે,  મુજ પાપીને પાર કરી દે
જગત બધાને જાણ કરીદે,          તું અધમનો ઉદ્ધારી રે... 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji લખીને મારા બધા ભજનો વાંચી શકશો, અને YouTube માં kedarsinhji m jadeja સર્ચ કરીને મારા કે મારી રચનાઓના વીડીઓ જોઈ શકશો. મારું ઈ મેઇલ એડ્રેસ kedarsinhjim@gmail.com 
ફોટો-ગુગલના સહયોગ થી.  


 

No comments:

Post a Comment