Sunday, July 10, 2016

ગુરુ

ગુરુ
    
સાખી-સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ
પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ..

સાખી-જટા ધરી સાધુ બન્યો, ભગવા પહેર્યા અંગ
અંતર રંગ લાગ્યો નહીં, રહ્યો નંગ નો નંગ...

સાખી-જટા ધરી  જોગી થયો, ભસ્મ લગાવી અંગ-
મોહ માયા ત્યાગી નહીં, રહ્યો નંગ નો નંગ...
    
ગુરુ વિણ જ્ઞાન ન આવે ભક્ત જન........
ગુરુ મળે તો ગોવિંદ બતાવે, નગરો નરકે જાવે......

લખ ચોરાસી ભટકે જીવડો, માનવ દેહ ત્યારે પાવે
ગુરુ પદ પંકજ મહેર મળેતો, માધવ દર્શ કરાવે...

સત્ય અસત્યની સમજણ આપે, ભક્તિ માર્ગ બતાવે
હરામ તજીને હરિ ઓળખાવે, ગોવિંદ ગાન કરાવે....ગુરુ..

ભમ્યો ભલે નહી કાબા કાશી, યાદ ન ઈશ નિ આવે
ગુરુ મળે કોઈ પરમ કૃપાળુ, પળમાં પાર લગાવે...

"કેદાર" કરીલે ગુરુ પદ સેવા, હરિવર હૈયે આવે
યમ દૂતો કદી’ દ્વારે ન આવે, મુક્તિ માર્ગ બતાવે...

No comments:

Post a Comment