Sunday, May 14, 2023

અમૂલખ માનવ દેહ


                                                અમૂલખ માનવ દેહ

ઢાળ-ફિલ્મી ગીત- "ફૂલ તુજે ભેજા હે ખતમેં"-જેવો  

૨૫.૩.૨૧ 

માનવ દેહ મિલા હે અમૂલખ,  શોચ સમજ જી લે યારા

યે અવસર ફિર મિલેયા મિલે ના, કરલે ભજન પ્રભુ કા પ્યારા


જનમ દીયા હે જગ મેં તુજકો, માનુજ તન સબસે ન્યારા

ભજન કરન કો શબ્દ દીયાહે,  પૈર દીયા ચલ હરિ દ્વારા 

સંત સમાગમ સતસંગ કરલે,   ભક્તિ રસ પી લે પ્યારા 


છલ કપટ તું છોડ કે બંદા, કંઠ મેં ધર હરિ કિ માલા

રોમ રોમ મેં રામ બસાલે, રખલે હૃદય મેં નંદ લાલા

માયા નઠારી કામ ન આયે,  સત્ય કર્મ કર મતવાલા..


તેરા કિયા ભલે કોઈ ન જાને, પર-જાને સબ ઉપર વાલા

ધરતી અંબર કિ બાત બતાદે.    ઐસા હે ઉસકા આલા

શરન ગ્રહીલે ગોપીનાથ કા,     એક યેહી હે રખવાલા.          


દિન "કેદાર" કિ એક હી અરજી,  ગાતા રહે મન ગોપાલા

મન મેરા કભી કૃષ્ણ ના વિસરે,  શ્વાસો મેં શિવ કી માલા 

ભૂલ મેરી ભૂલજાના ભૂતેશ્વર,  અપને શરન લેના ભોલા


ભાવાર્થ- સુજ્ઞ મિત્રો, ચોરાસી લાખ અવનીમાંથી પસાર થયા પછી ઈશ્વર કૃપા થાય તો આ માનવ જન્મ મળે છે, જે દેવો ને પણ દુર્લભ માનવામાં આવે છે. આવો અવસર પછી મળે કે ન મળે માટે સાચા દિલ થી હરિ નું ભજન કરીલો એજ સંતોએ બતાવેલો સાચો માર્ગ છે.

         આપણને મોંઘા મૂલો માનવ દેહ મળ્યો છે, જેમાં ભજન કરવા માટે સમજ-વાચા અને સત્ય પથ પર ચાલીને યાત્રા-સંતો નો સંગ અને મંત્ર જાપ અને ભજનો નો લહાવો લેવાનો મોકો મળ્યો છે. 

         આ દુન્યવી માયામાં ફસાયા વિના, છળ કપટ છોડીને હરિ ભજન કર, અવિરત પ્રભુના નામ નો જાપ કર, એજ સાચો માર્ગ છે.

        તું કદાચ એવું વિચારતો હો કે તારા કર્મો કોઈ જાણતું નથી, પણ ઉપરવાળા પાસે એક એવો કીમિયો છે કે તે ત્રણે ભવન માં ચાલતી દરેક ગતિ વિધિ જાણે છે. માટે તેનું શરણું સ્વિકારી લે.

       હે નાથ, મારી તો આપને એકજ અરજી છે કે મારું મન ક્યારેય પણ આપને વિસારે નહીં, બસ શ્વાસો શ્વાસમાં તારું રટણ ચાલતું રહે, અને કદાચ હું કંઈ ભૂલ કરું તો મને ક્ષમા કરી દેજે અને તારું શરણ આપજે.


ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment