Sunday, May 14, 2023

ભજનો ભણ્યા પછી


                                           ભજનો ભણ્યા પછી

૧.૭.૨૨. અષાઢી બીજ.

સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ.  ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.

સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ.    પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ..


બદલી બહુ ગયો છું,   ભજનો ભણ્યા પછી

ભક્તિ રસ પી રહ્યો છું, ભજનો ભણ્યા પછી......


ઝાલ્યોતો મારા હાથ ને, નારાયણ દયા કરી

ગુરુ કંઠે ચડી ગયો છું,   ભજનો ભણ્યા પછી


જાણ્યા વિના જગદીશ ને, જગમાં બધે ફર્યો

બેઠો હવે ઠરી ઠામ થઈ, ભજનો ભણ્યા પછી 


માયા થકી ભરમાઈ ને, ભ્રમ માં ભમ્યો બધે

ભાવુક બની ગયો છું,   ભજનો ભણ્યા પછી  


કરતો હતો હું કામના, મહેલો મોલાત ની

હૈયે હરિ નું નામ છે,  ભજનો ભણ્યા પછી    


આપો હવે "કેદાર" ને, તરણું તરવા તણું

સોંપ્યું હવે સુકાન છે, ભજનો ભણ્યા પછી...


No comments:

Post a Comment